Gujarat Exclusive > દેશ-વિદેશ > મહારાષ્ટ્રમાં ધીમે-ધીમે ખુલશે લૉકડાઉન, આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ધીમે-ધીમે ખુલશે લૉકડાઉન, આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે: ઉદ્ધવ ઠાકરે

0
114

મુંબઈ: કોરોના વાઈરસના કારણે દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં જ 65 હજારથી વધુ કોરોના સંક્રમિતોનો આંકડો નોંધાયો છે અને તે સતત વધી રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે, અમે ધીમે-ધીમે લૉકડાઉન ખોલવા જઈ રહ્યાં છીએ અને થોડા સમય માટે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમે “મિશન બિગિન અગેઈન”ના સાથે આપણી જિંદગી ફરીથી શરૂ કરવા જઈ રહી રહ્યાં છીએ. જેમે-જેમ મૉનસૂન આગળ વધશે, આપણે વધારે સાવધારી રાખવી પડશે. મૉનસૂનના કારણે વાવાઝોડાની આશંકા છે. જો કે હું આશાવાદી છુ કે, તે આપણા કાંઠા વિસ્તારમાં નહીં ટકરાય. જો કે આમ છતાં આપણે સતર્ક રહેવું પડશે.

લૉકડાઉનને લઈને ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. યાદ રાખો માસ્કનો ઉપયોગ કરો અને વારંવાર હાથ ધોવો. આપણે થોડા સમય માટે તેની સાથે જીવતા શીખવુ પડશે. અમે રાજ્યને તબક્કાવાર ખોલવાના છીએ.

CM ઠાકરેએ વધુમાં જણાવ્યું કે, કેટલાક દેશોએ લૉકડાઉન લાગૂ જ ના કર્યુ, તો કેટલાકે વહેલું ખોલી દીધુ. જેમાં આપણે જોયું કે, ત્યાં શું સ્થિતિ સર્જાઈ છે. અમે ઉતાવળ નથી કરવા માંગતા. 3-જૂન બાદ અમે ધીમે-ધીમે પગલા ભરીશું. અમે લોકોને સવારની મૉર્નિગ વૉક અને આઉટડર એક્સરસાઈઝની મંજૂરી આપી રહ્યાં છીએ, પરંતુ ભીડભાડ અને સાર્વજનિક કામોની મંજૂરી નહીં આપવામાં આવે. આ ઉપરાંત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાનું રહેશે.

CM ઠાકરેએ જણાવ્યું કે, મેં અનેક યુનિવર્સિટીના ચાન્સેલરો સાથે મિટિંગ કરી હતી. જેમાં મોટાભાગના લોકોનો એક જ વિચાર હતો કે, લાસ્ટ ઈયરની પરીક્ષા આયોજિત કરવા માટે હાલ સ્થિતિ યોગ્ય નથી. આથી અમે નક્કી કર્યું છે કે, પ્રથમ સેમેસ્ટરના આધારે અંતિમ અંક પૂરા પાડવામાં આવશે. અમે વિદ્યાર્થીઓને વધારે રાહ ના જોવડાવી શકીએ. અમે તેમનું ભવિષ્ય ના બગાડી શકીએ. જો કોઈને લાગતુ હોય કે, તે સારો સ્કોર કરી શકે તેમ હતું, તો તેમણે ઓક્ટોબરમાં ફરીથી પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોટો મુદ્દો સ્કૂલો ફરીથી ખોલવા વિશે છે. હું સ્કૂલો શરૂ કરવાની સરખામણીમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાને લઈને વધારે ચિંતિત છું. અમે મોબાઈલ ફોન અને ડેટા કનેક્ટિવિટીના માધ્યમથી ઈ-લર્નિંગ લાગૂ કરવા વિશે વિચારી રહ્યાં છીએ.

જાણીતા મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું અવસાન, બોલિવુડ શોકમાં ગરકાવ