Gujarat Exclusive > રાજનીતિ > ધર્મને રાજનીતિ સાથે જોડીને અમે ભૂલ કરી હતી: ઉદ્ધવ ઠાકરે

ધર્મને રાજનીતિ સાથે જોડીને અમે ભૂલ કરી હતી: ઉદ્ધવ ઠાકરે

0
1130

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, તેમની પાર્ટી શિવસેનાએ ધર્મને રાજનીતિ સાથે જોડીને ભૂલ કરી હતી. તેમને તે પણ કહ્યું કે, લાંબા સમય સુધી બીજેપી સાથે ગઠબંધન રાખવું અમારી પાર્ટીની ભૂલ હતી.

ગઠબંધનના પ્રશ્ન પર ફડણવીસને આપ્યો જવાબ

એનડીટીવીના સમાચાર અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભામાં 24 ડિસેમ્બરે ઉદ્ધવે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર પોતાની પાર્ટીની નીતિગત ભૂલોનો ઉલ્લેખ કર્યો. અસલમાં ફડણવીસે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરવાને લઇને શિવસેનાની ઠેકડી ઉડાડી હતી.

સીએમ ફડણવીસે કહ્યું કે, તેમની પાર્ટી હિન્દુત્વમાં વિશ્વાસના કારણે બીજેપી સાથે જોડાયેલી રહી. ત્યારે ઠાકરેએ પૂછ્યું કે, બીજેપી અમારા ગઠબંધન પર પ્રશ્ન ઉઠાવી રહી છે પરંતુ તે પહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે ગઠબંધન કરી ચૂક્યા છે. બીજેપીનું રામવિલાસ પાસવાનની પાર્ટી સાથે પણ ગઠબંધન છે. જ્યારે બંનેની વિચારધારા બીજેપી સાથે મેચ થતી નથી.

ઉદ્ધવે કહ્યું, પોતાના જનાદેશની વાત છે. પરંતુ આ રાજનીતિ છે. અમે કદાચ રાજનીતિ અને ધર્મને એક કરીને ભૂલ કરી રહ્યાં હતા. તે સમયે અમે તે ભૂલી ગયા હતા કે, ધર્મને માનનારાઓ જૂગારમાં હારી ગયા હતા. (કૌરવ-પાંડવોને ઉલ્લેખીને કહ્યું)

ચૂંટણી સમયે શિવસેના બીજેપી સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરી હતી. બીજેપીને સૌથી વધારે સીટો મળી હતી. પરંતુ સત્તામાં ભાગીદારીને લઇને શિવસેના સાથે તેમનું તાલમેલ થયું નહીં. શિવસેના અનુસાર, બીજેપીએ ચૂંટણી પહેલા ગઠબંધન દરમિયાન તેને અઢી વર્ષ સુધી ચીફ મિનિસ્ટર પદની ઓફર કરી હતી. જો કે, હવે તે પોતાની વાત પરથી ફરી ગયા છે. જ્યારે બીજી તરફ બીજેપીનું કહેવુ છે કે, શિવસેના સાથે આવી કોઇ વાત થઇ નહતી. બીજેપી સાથેની આ તકરાર પછી શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને બહુમત મેળવી સરકાર બનાવી લીધી. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના પોતાના ગઠબંધન સાથીઓ સાથે સારા એવા તાલમેલ સાથે સરકાર ચલાવશે.

ઉદ્ધવ સરકારે સચીનની સુરક્ષા ઘટાડી, આદિત્ય ઠાકરેને આપી Z શ્રેણી