Gujarat Exclusive > દેશ-વિદેશ > સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોએ કહ્યુ- અમે રસ્તો જામ નથી કર્યો, કોર્ટે કહ્યુ- સમાધાન શોધવુ પડશે

સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોએ કહ્યુ- અમે રસ્તો જામ નથી કર્યો, કોર્ટે કહ્યુ- સમાધાન શોધવુ પડશે

0
56

નવી દિલ્હી: ખેડૂત આંદોલનને કારણે હાઇવે જામ કરવા મામલે ગુરૂવારે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટમાં જજ જસ્ટિસ સંજય કિશન કૌલ અને જજ જસ્ટિસ એમએમ સુંદરેશની બેંચ સમક્ષ સુનાવણી થઇ હતી. આ દરમિયાન ખેડૂતો તરફથી કહેવામાં આવ્યુ કે આ ઘટનાની બે અઠવાડિયા બાદ સુનાવણી થાય.

કોર્ટમાં સુનાવણી દરમિયાન ખેડૂતોનો પક્ષ રાખતા એડવોકેટ દુષ્યંત દવેએ કહ્યુ, ‘ના તો રસ્તો બ્લૉક છે અને ના તો ખેડૂતોએ બંધ કર્યો છે.’ તેમણે કોર્ટને માંગ કરી છે કે ખેડૂતોને રામલીલા મેદાનમાં આવવા દેવામાં આવે, તેમણે કહ્યુ કે, ખેડૂતોને રામલીલા મેદાન જતા રોકી દેવામાં આવ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્યા રાજકીય રેલી આયોજિત કરી હતી.

અમે વારંવાર કાયદો નક્કી નથી કરી શકતા- સુપ્રીમ કોર્ટ

જેની પર જજ જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યુ, રસ્તો સાફ હોવો જોઇએ, અમે વારંવાર કાયદો નક્કી નથી કરી શકતા, તમને આંદોલન કરવાનો અધિકાર છે પરંતુ રસ્તો જામ નથી કરી શકતા, તેમણે કહ્યુ- હવે કઇક સમાધાન કાઢવુ પડશે, આ મામલ વિચારાધીન હોવા છતા પણ તેમણે વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ રસ્તો જામ નથી કરી શકાતો. ન્યાયમૂર્તિએ કહ્યુ, તે રસ્તા પર લોકોએ આવવુ જવુ પડે છે, અમને રસ્તા જામના મુદ્દાથી સમસ્યા છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાનના ઘરે પહોચી NCBની ટીમ, અનન્યા પાંડેને સમન્સ

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ, સુપ્રીમ કોર્ટે પહેલા જ કૃષિ કાયદા પર રોક લગાવી દીધી છે. ક્યારેક ક્યારેક આંદોલન વાસ્તવિક કારણ માટે નહી પણ અન્ય કારણો માટે હોય છે. જેની પર એડવોકેટ દવેએ પૂછ્યુ- શું કૃષિ કાયદા એક પરોક્ષ મુદ્દો છે? આ ખેડૂતોની સત્યતા પર સવાલ ઉઠાવી રહ્યો છે. જેની પર મહેતાએ કહ્યુ- અહી માત્ર 2 ખેડૂત સંગઠન આવ્યા છે, જેની પર જજ જસ્ટિસ કૌલે કહ્યુ- અમે કોઇને અહી આવવા માટે મજબૂર નથી કરી શકતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat