Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ઓહ નો! સમગ્ર વિશ્વમાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી, તેમાં એક જ ભારતીય

ઓહ નો! સમગ્ર વિશ્વમાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી, તેમાં એક જ ભારતીય

0
178

આવનારા દિવસોમાં આ ફિલ્ડમાં નોકરીની તકો વધશે

નવી દિલ્હીઃ જાણીને નવાઇ થશે કે એક એવું કામ (Water tester job)પણ છે. જેની નોકરી સમગ્ર વિશ્વ માત્ર 112 લોકો જ કરે છે. તેમાં પણ ભારતીય તો એક જ છે.

એક સમય હતો, જ્યારે ગણતરીના ફિલ્ડમાં જ નોકરી હતી. પરંતુ વખત જતાં ઉદારીકરણને લીધે કરિયર બનાવવા અને નોકરીઓ માટેના નવા નવા ફિલ્ડ અસ્તિત્વમાં આવી ગયા. તેમાંથી આ એક ક્ષેત્ર છે. જેમાં હાલના જમાનામાં માત્ર 112 જણા નોકરી કરી રહ્યા છે. આ નોકરી (Water tester job) માટે પણ સર્ટિફાઇડ કોર્સ ચાલે છે.

આ પણ વાંંચોઃ દેશભરમાં પેટ્રોલની કિંમત આસમાને, રાજસ્થાનમાં 100 રૂપિયે લિટર

પાણીનું ટેસ્ટ કરવાનું કામ

બિઝનેસ લાઇનના રિપોર્ટ મુજબ ભારતમાંથી માત્ર એક વ્યકિત છે. જે આ ફિલ્ડમાં જોડાયેલી છે. તેમનુ નામ ગણેશ અય્યર છે. જ્યારે ફિલ્ડની વાત કરીએ તો તે છે, વોટર ટેસ્ટિંગ. હાં પાણીનું ટેસ્ટ કરવાનું કામ (Water tester job).

ગણેશ અય્યર ભારતના એક માત્ર સર્ટિફાઇડ વોટર ટેસ્ટર છે. તેમનું કહેવું છે કે આવનારા 5-10 વર્ષોમાં પાણી ટેસ્ટિંગના ક્ષેત્રમાં બહુ ડિમાન્ડ વધશે.

ગણેશ અય્યરે જણાવ્યું કે,

“હું જ્યારે લોકોના પુછવાથી મારું કામ પાણી ટેસ્ટ (Water tester job)કરવાનું કહું છું તો લોકો મારા પર હસે છે. એનું કારણ છે કે આપણા દેશમાં સ્વચ્છ પાણીની બહુ અછત છે. લોકોને પાણીનું પણ ટેસ્ટ હોય છે. તે અંગે કોઇ જાણકારી નથી.”

ગણેશ અય્યરે આ કામ અંગે કોવી રીતે જાણકારી મળી તે અંગે જણાવ્યું કે આના સર્ટિફિકેટ અંગે મને સૌ પહેલાં 2010માં પહેલી વખત જાણકારી મળી. ત્યારે મેં જર્મનીના એક ઇન્સ્ટિટ્યૂટ Doemens Academy in Graefeltingમાંથી વોટર ટેસ્ટરનું કોર્સ કર્યું.

આ પણ વાંંચોઃ સંસદમાં મફત જેવું ખાવાના દિવસો પતી ગયાઃ નવા ભાવ રેસ્ટોરન્ટને ટક્કર મારશે

પાણીની અલગ-અલગ ઓળખ હોય છે Water tester job news

ગણેશ અય્યરે જણાવ્યું કે ભોજન ટેસ્ટિંગ કે વાઇન ટેસ્ટિંગ હોય છે. તેવી રીતે પાણીનું ટેસ્ટિંગ (Water tester job)પણ થાય છે. પાણી અલગ -અલગ ઓળખ ધરાવે છે. તે પોતાનામાં યુનિક હોય છે. તેના ફાયદા અને સ્વાદ પણ અલગ હોય છે.

આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટ ફિલ્ડમાં તેનું મહત્વ વધશે. હાલમાં ગણેશ બેવરેજ કંપની Veenના ભારત અને ભારતીય ઉપખંડના ઓપરેશન ડિરેક્ટર છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9