Gujarat Exclusive > ગુજરાત > બોર્ડ ધોરણ 10-12માં કોર્સ ના ઘટાડે તો નબળાં પરિણામની ચેતવણી

બોર્ડ ધોરણ 10-12માં કોર્સ ના ઘટાડે તો નબળાં પરિણામની ચેતવણી

0
46

ગાંધીનગર: CBSEએ સ્કૂલો શરૂ થતાની સાથે જ કોર્સ અને પરીક્ષા પદ્ધતિમાં બદલાવનો નિર્ણય કર્યો છે. જ્યારે ગુજરાત બોર્ડે હજુ સુધી કોર્સ કાપ અંગે કોઇ સ્પષ્ટતા ના કરતા શિક્ષકોએ માંગ કરી છે કે ગુજરાત બોર્ડે પણ કોર્સમાં ઘટાડો કરવો જોઇએ.

ઓછા સમયમાં વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સનો અભ્યાસ કરશે તો બોર્ડનું પરિણામ નબળું આવશે, નબળા પરિણામને કારણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.

વિજ્ઞાન પ્રવાહના વિષય નિષ્ણાંત પુલકીત ઓઝાએ જણાવ્યુ કે, CBSEએ વર્ષની શરૂઆતમાં જ 25 ટકા કોર્ષ પર કાપ મુક્યો છે, ઉપરાંત વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે પહેલા પરીક્ષા વિકલ્પ આધારિત અને બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. જેથી વિદ્યાર્થીઓ આ પ્રમાણે તૈયારી કરી રહ્યા છે.

જ્યારે ગુજરાત બોર્ડે હજુ સુધી કોર્ષ અંગે કોઇ જાહેરાત કરી નથી. જો ગુજરાત બોર્ડ 100 ટકા કોર્સ અને જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે પરીક્ષા લે છે તો પરિણામ ઘટશે.

આ પણ વાંચો: લોજિસ્ટીકસ-માલ સામાનની સરળતાએ હેરફેરની કાર્યક્ષમતા LEADSમાં ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશભરમાં પ્રથમ ક્રમે

વાલીમંડળની રજૂઆત પણ ખુલાશો નહીં

બોર્ડમાં વાલી પ્રતિનિધિ ધિરેન વ્યાસે જણાવ્યું હતુ કે, અમે દોઢ મહિના પહેલા બોર્ડમાં કોર્સમાં કાપ મુકવા અંગે રજૂઆત કરી હતી. પરંતુ બોર્ડે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષ કાપનો લાભ મળે તો તેઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપી શકે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat