Gujarat Exclusive > The Exclusive > હોસ્પિટલમાં ઑક્સિજન સપોર્ટ પર રહેલી આધેડ મહિલા સાથે દુષ્કર્મની કોશિશ, વોર્ડબૉયની ધરપકડ

હોસ્પિટલમાં ઑક્સિજન સપોર્ટ પર રહેલી આધેડ મહિલા સાથે દુષ્કર્મની કોશિશ, વોર્ડબૉયની ધરપકડ

0
92

ભોપાલ: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક ખાનગી હોસ્પિટલ દ્વારા એક હોટલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં 50 વર્ષની મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર વૉર્ડબોયની ધરપકડ કરવામાં આવી છે. Gwalior Rape

આ અંગે ગ્વાલિયર પોલીસના જણાવ્યા મુજબ, અહીની લોટસ હોસ્પિટલ દ્વારા હોટલ ગોલ્ડન વિલેજમાં બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરમાં 50 વર્ષની મહિલા કોરોના સંક્રમિત થતાં એડમિટ કરવામાં આવી હતી. જ્યાં શનિવાર-રવિવારે રાત્રે વોર્ડ બોય વિવિક લોધીએ બે વખત તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો હતો. જો કે મહિલા અને તેના પરિવારજનોએ બૂમો પાડતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસની ટીમ સક્રિય થઈ અને આરોપી વૉર્ડ બૉય વિવિક લોધીની ધરપકડ કરી લીધી.

પીડિતાના જેઠનું કહેવું છે કે, તેમના નાના ભાઈની પત્નીને 16 એપ્રિલે શિવપુરીથી ગ્વાલિયર સ્થિત લોટસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલે તેમને ગોલ્ડન વિલેજ હોટલમાં બનાવેલા કોવિડ સેન્ટરમાં એડમિટ કર્યા હતા. દર્દીનું ઑક્સિજન લેવલ ઓછુ હોવાથી તેમને ઑક્સિજન આપવામાં આવી રહ્યો હતો.

17 એપ્રિલની રાત્રે વોર્ડ બોય વિવેકે દર્દીને પૂછ્યું કે, તેમને કોઈ તકલીફ તો નથી ને? જેના જવાબમાં મહિલાએ કહ્યું તેને ઠીક નથી લાગી રહ્યું. આથી વોર્ડ બોયે સારવારના બહાને દર્દીના કપડાની અંદર હાથ નાંખીને છેડછાડ શરૂ કરી દીધી. જો કે મહિલાએ વિરોધ કરતાં વોર્ડ બોય ત્યાંથી ચાલ્યો ગયો હતો. Gwalior Rape

આ પણ વાંચો:  કોરોના સામે જંગ: આજથી રાજ્યની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RT-PCR ટેસ્ટ થશે Gwalior Rape

જે બાદ રાત્રે 12 કલાકે તે ફરીથી આવ્યો અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. જેથી મહિલાએ બૂમો પાડતા તેના પરિવારજનો આવી પહોંચ્યા. પીડિતાના જેઠે વધુમાં જણાવ્યું કે, અમે આ મામલે ત્યાં ફરજ પર રહેલા ડૉ પ્રશાંત અગ્રવાલને બોલાવ્યા હતા. આ દરમિયાન ડોક્ટર અને અન્ય પેરામેડિકલ સ્ટાફે આરોપી વોર્ડ બોયને ત્યાંથી ભગાડી દીધો અને મહિલાના પરિવારજનો સાથે મારામારી કરી.

આખરે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 354 અંતર્ગત કેસ દાખલ કરાવ્યો છે. જો કે પોલીસે ડોક્ટર અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી નહતી. મહિલાના સબંધીઓના મતે ડૉ અગ્રવાલે જ આરોપી વોર્ડ બોયને ફરાર થવામાં મદદ કરી છે. Gwalior Rape

જો કે મામલાની ગંભીરતાને જોઈને પોલીસે આરોપી વોર્ડ બોયની ધરપકડ કરી લીધી છે. જ્યારે ડૉ અગ્રવાલ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat