Gujarat Exclusive > દેશ-વિદેશ > UP: વેક્સીન લાગ્યાના બીજા દિવસે જ વોર્ડ બોયનું થયુ મોત, ડૉક્ટરે કહ્યુ- હાર્ટ એટેકથી ગયો જીવ

UP: વેક્સીન લાગ્યાના બીજા દિવસે જ વોર્ડ બોયનું થયુ મોત, ડૉક્ટરે કહ્યુ- હાર્ટ એટેકથી ગયો જીવ

0
147

મુરાદાબાદમાં કોરોના વેક્સીન લગાવ્યા બાદ વોર્ડ બોયના મોત મામલે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીએ કહ્યુ કે મોતનું કારણ હાર્ટ એટેક છે. મુરાદાબાજ જિલ્લા હોસ્પિટલમાં તૈનાત 48 વર્ષના વોર્ડ બોય મહિપાલનું કોરોના વેક્સીન લીધા બાદ સ્વાસ્થ્ય બગડ્યુ હતું, તે બાદ તેણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહતો.

મહત્વપૂર્ણ છે કે 16 જાન્યુઆરીએ વોર્ડ બોય મહિપાલને કોરોનાની રસી લગાવવામાં આવી હતી. રવિવાર સાંજે તેનું સ્વાસ્થ્ય બગડ્યુ હતું.

મહિપાલના પરિવારજનોનું કહેવુ છે કે સ્વાસ્થ્ય બગડતુ જોઇ તેણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જિલ્લા હોસ્પિટલના સીએમઓએ રવિવારે કહ્યુ હતું કે વેક્સીનનું કોઇ રિએક્શન જોવા નથી મળ્યુ, તેના મોતના કારણની તપાસ કરવામાં આવી રહી છે, તેણે કહ્યુ કે મહિપાલ પહેલા કોરાનાથી સંક્રમિત નહતો.

મૃતક મહિપાલના પુત્ર વિશાલે કહ્યુ કે 16 જાન્યુઆરીએ તેના પિતાએ કહ્યુ હતું કે તે તેમને લઇને જિલ્લા હોસ્પિટલ ચાલે, કારણ કે કોરોના વેક્સીનેશન થવાનું છે. વિશાલે કહ્યુ કે 16 જાન્યુઆરીએ વેક્સીનેશન બાદ તે પોતાના પિતા સાથે આવ્યો હતો, તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તે ખાંસી રહ્યા હતા. વિશાલે કહ્યુ કે તે કોરોના પોઝિટિવ નહતા, હા તેમણે નિમોનિયા હતું. હોસ્પિટલમાંથી આવ્યા બાદ તેમની તકલીફ વધી ગઇ હતી.

આ પણ વાંચો: COVAXINથી ગંભીર ઘટના ઘટશે તો કંપની આપશે વળતર

મુરાદાબાદના મુખ્ય તબીબી અધિકારી એમસી ગર્ગે કહ્યુ હતું કે તેના મોતનું કારણ પોસ્ટ મોર્ટમ બાદ ખબર પડશે. આજે મુખ્ય તબીબી અધિકારીએ કહ્યુ કે મહિપાલનું મોત હાર્ટ એટેકથી થયુ છે. આ મામલે હોસ્પિટલનું તંત્ર તપાસ કરી રહ્યુ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9