Gujarat Exclusive > યુથ > મનોરંજન > સંગીતકાર વાજિદ ખાનની પત્નીનો સાસરિયા પર ધર્મના આધારે ભેદભાવનો આરોપ

સંગીતકાર વાજિદ ખાનની પત્નીનો સાસરિયા પર ધર્મના આધારે ભેદભાવનો આરોપ

0
108
  • પરાણે ઈસ્લામ કબૂલ કરવા માટે સાજિદના પરિવારજનો કરી રહ્યાં છે દબાણ
  • કમલારૂખે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી પોતાની વ્યથા વર્ણવી

નવી દિલ્હી: બૉલિવૂડના જાણીતા સંગીતકાર (Bollywood Music Composer) રહી ચૂકેલા વાજિદ ખાનનું (Wajid Khan) લાંબી બીમારી બાદ 1 જૂન 2020ના રોજ અવસાન થયું હતું. હવે તેમની પત્નીએ (Wajid Khan wife) વાજિદ ખાનના પરિવારજનો પર સંગીન આરોપ લગાવ્યાં છે. વાજિદ ખાનની પત્ની કમલારૂખે (Kamalrukh Khan) સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને પોતાની વ્યથા વર્ણવી છે. કમલારુખની આ પોસ્ટ પર યુઝર્સના ખૂબ જ રિએક્શન આવી રહ્યાં છે.

કમલારૂખે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,
“મારુ નામ કમલા રુખ ખાન (Kamalrukh Khan) છે અને હું દિવગંત સંગીતકાર વાજિદખાનની પત્ની (Wajid Khan wife) છું. લગ્ન પહેલા હું 10 વર્ષથી તેમની સાથે રિલેશનમાં હતા. હું પારસી છું, જ્યારે તેઓ મુસ્લિમ હતા. અમને કૉલેજમાં સ્વીટહાર્ટ્સ કહેવામાં આવતા હતા. અહી સુધી કે જ્યારે અમે લગ્ન કર્યા, ત્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત કર્યા. હું તેના પર મારો અનુભવ શેર કરવા માંગુ છું કે, ઈન્ટરકાસ્ટ મેરેજ (Inter-Caste-Marriages) કર્યા બાદ મારે કેવી રીતે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. જે ખૂબ જ શરમજનક છે.

વાજિદના (Wajid Khan) પરિવાર દ્વારા પરાણે તેને ઈસ્લામ ધર્મ કબૂલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તે પોતાના પતિના અવસાનના દર્દમાંથી હજુ બહાર નથી આવી, ત્યાં બીજી તરફ વાજિદના પરિવારજનો દ્વારા તેને પરેશાન કરવામાં આવી રહી છે. વાજિદ ખાનની પત્ની (Wajid Khan wife) કમલારુખની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. ”

આ પણ વાંચો: માઉન્ટ આબુ ફરવા ગયેલા ગુજરાતી પર્યટકો પર હુમલો, કુહાડીના ઘા ઝીંકાયા

જણાવી દઈએ કે, બૉલિવૂડમાં સાજિદ-વાજિદની સંગીતકાર બેલડી (Bollywood Music Composer) ખૂબ જ લોકપ્રિય હતી. તેમણે સૌ પ્રથમ 1998માં સલમાન ખાનની ફિલ્મ “પ્યાર કિયા તો ડરના ક્યા”માં સંગીત આપ્યું હતુ. જે બાદ 1999માં સોનુ નિગમના આલ્બમ “દીવાના”માં સંગીત આપ્યું હતું. જેના “દીવાના તેરા”, “અબ મુઝે રાત-દિન” અને “ઈસ કદર પ્યાર હૈ” જેવા ગીતો આજે પણ લોકોને યાદ છે. આજ વર્ષે તેમણે ફિલ્મ “હેલો બ્રધર”માં સંગીતકાર તરીકે કામ કર્યું હતું. આ સિવાય વાજિદ ખાને અનેક મ્યુઝીક રિયાલિટી શૉ જજ પણ કર્યાં છે. સલમાન ખાનની મોટાભાગની ફિલ્મોમાં સાજિદ-વાજિદનું જ સંગીત રહ્યું છે

42 વર્ષના વાજિદ ખાન (Wajid Khan) કિડનીની બીમારીથી પીડાતા હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 31-મેના રાત્રે અચાનક તેમની તબીયત લથડતા તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જ્યાં 1 જૂને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વાજિદે ગાયક તરીકે “હમ કો પીની હૈ” માટે સલમાન ખાનને અવાજ પણ આપ્યો હતો. આ સિવાય “સોની દે નખરે”, “માશાઅલ્લાહ” અને “ડૂ યૂ વન્ના પાર્ટનર” તેમના અનેક બ્લોક બસ્ટર ગીતોમાંથી એક છે. ફિલ્મ “દબંગ”ના મ્યૂઝીક માટે તેમને 2011માં ફિલ્મફેર પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9