અમદાવાદ: કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે, ત્યારે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસો વધતા વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મનપા ચૂંટણીમાં કોરોના સંક્રમિત દર્દીઓ મતદાન કરી શકે, તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. COVID Patients
કોરોના સંક્રમિત દર્દીઓના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ, કોરોના પોઝિટિવ દર્દીએ મતદાનના આગલા દિવસે એટલે કે આજે 20 ફેબ્રુઆરીના શનિવારના રોજ જે-તે વોર્ડના રિટર્નિંગ ઓફિસર સમક્ષ પોતાનું નામ ફરજિયાત નોંધાવવાનું રહેશે. COVID Patients
આ સાથે સરકાર તેમજ અન્ય MBBS ડૉક્ટરનું સર્ટીફિકેટ પણ આપવાનું રહશે. જેમાં લખેલું હોવું જોઈએ કે, કોરોના સંક્રમિત વ્યક્તિ પોલિંગ બૂથ પર મતદાન કરી શકે તેવી સ્થિતિમાં છે. COVID Patients
આ સિવાય કોરોના સંક્રમિત દર્દીએ આરોગ્ય અધિકારી પાસેથી PPE કિટ લેવાની રહેશે અને મતદાન માટે આવતા સમયે આ કિટ પહેરવી ફરજિયાત રહેશે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે સાંજે 5 થી 6 સુધીનો 1 કલાકનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી PPE કિટ પહેરી આપી શકે છે મત COVID Patients
જણાવી દઈએ કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલ કોરોના સંક્રમિત છે અને અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તાજેતરમાં વડોદરા ખાસે એક જનસભાને સંબોધવા દરમિયાન મુખ્યમંત્રીની તબીયત લથડી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. COVID Patients
આ પણ વાંચો: હવે સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માટે ઈલેક્ટ્રિક કાર ફરજિયાત! કેન્દ્રીય મંત્રી ગડકરીનું સૂચન COVID Patients
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા થકી પોતાની તબીયતની જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેમની તબીયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મતદાનની જાગૃતિ અંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થવાને લીધે હું તમને પ્રત્યક્ષ મળવા માટે આવી શક્યો ના હોવાથી વીડિયો મારફતે અપીલ કરું છું. ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે ભાજપાના નિશાન કમળ પર મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉજવણી કરીએ.
મુંખ્યમંત્રી પણ ડૉક્ટરની સલાહ મુજબ PPE કિટ પહેરીને રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે રેમડેસિવીર ઈન્જેક્શનના ડૉઝ પૂર્ણ કર્યા છે. હાલ તેમની તબીયત સુધારા પર છે. આથી ડૉક્ટરોની સલાહ મુજબ મુખ્યમંત્રી રૂપાણી PPE કિટ પહેરીને રાજકોટના અનિલ જ્ઞાન મંદિર ખાતેના તેમના મતદાન મથકે મત આપવા જઈ શકે છે. આવતી કાલે મતદાન કર્યા બાદ તેઓ ફરીથી હોસ્પિટલમાં એડમીટ થઈ જશે.