Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની 6 મનપામાં 45.61% મતદાન, 2,276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

ગુજરાતની 6 મનપામાં 45.61% મતદાન, 2,276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

0
48
  • 1.14 કરોડમાંથી 66 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ જ ના કર્યો Gujarat Corporation Election
  • આખરી અઢી કલાકમાં 21.32 ટકા મતદાન વધ્યું, 23મીં ફેબ્રુઆરીએ પરિણામ

ગાંધીનગર: ગુજરાતની 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સરેરાશ 45.61 ટકા મતદાન નોંધાયું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. જો કો આ વખતે કોરોના મહામારીના ડર અને રાજકીય પાર્ટીના અસંતુષ્ટો નિષ્ક્રિય રહેવાના કારણે આ વખતે મતદાનને લઈને લોકોમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો. Gujarat Corporation Election

Gujarat Corporation Election

આ વખતનું મતદાન અગાઉની બે ચૂંટણીઓની સરખામણીમાં ઘણું જ ઓછુ રહ્યું. વર્ષ 2015માં જ્યાં 47 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2010માં 43.68 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી કે છેલ્લા અઢી કલાકમાં 21.32 ટકા મતદાન વધ્યું હતું. આ વખતની ચૂંટણીમાં કુલ 1.14 કરોડમાંથી 66 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ જ નહતો કર્યો.

આ પણ વાંચો: ‘હમ કિસી સે કમ નહીં…!’ વૃદ્ધ અને બીમાર મતદાતાઓ યુવાનો માટે બન્યા પ્રેરણા Gujarat Corporation Election

રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, રવિવારે યોજાયેલા મતદાનમાં સૌથી વધુ જામનગરમાં 53.64 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછુ 42.51% મતદાન અમદાવાદમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ સાથે જ જૂનાગઢની બે બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 51.85 ટકા મતદાન રેકોર્ડ થયું છે. આજના મતદાનના અંતે 2,276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. હવે 23મીં ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે.

કોરોના કાળ દરમિયાન મતદાન માટે મતદાન કેન્દ્રો પર સેનેટાઈઝરની વ્યસ્થા કરવામાં આવી હતી. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રાજ્યના ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદના જણાવ્યા મુજબ, ચૂંટણી શાંતિપૂર્ણ રહી અને આ દરમિયાન કોઈ મોટી અનિચ્છનિયા ઘટના નથી બની. Gujarat Corporation Election

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat