Gujarat Exclusive > દેશ-વિદેશ > પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી: પ્રથમ તબક્કામાં 30 અને 47 બેઠકો પર મતદાન શરૂ

પશ્ચિમ બંગાળ અને આસામ ચૂંટણી: પ્રથમ તબક્કામાં 30 અને 47 બેઠકો પર મતદાન શરૂ

0
177

ગુવાહાટી/કોલકતા: પશ્ચિમ બંગાળ અને આસામમાં આજે પ્રથમ તબક્કા માટે વૉટિંગ શરૂ થઈ ચૂક્યું છે. આજે પશ્ચિમ બંગાળની 30 અને અસમમાં 47 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન માટે તમામ તૈયારીઓ પહેલાથી જ કરી લેવામાં આવી હતી. કોરોના સંક્રમણને જોતા કોવિડ ગાઈડલાઈન્સનું સખ્તીથી પાલન કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, મતદાનનો સમય પણ એક કલાકનો વધારવામાં આવ્યો છે. Assembly Elections 2021

મતદાન મથકો પર કોઈ પણ પ્રકારની અનિચ્છનિય ઘટના રોકવા માટે સેન્ટ્રલ ફોર્સની 684 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક પોલીસ ફોર્સને પણ એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. Assembly Elections 2021

પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન માટે વહેલી સવારથી લોકો લાઈનોમાં ઉભા છે. પ્રથમ તબક્કામાં મોટાભાગની બેઠકો જંગલમહલ વિસ્તારની છે. જે એક સમયે નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આવતો હતો. આ વખતે ભાજપ અને તૃણમૂક કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસ, ડાબેરી અને ISFનું ગઠબંધન પણ રેસમાં છે.

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2019માં પશ્ચિમ બંગાળમાં 18 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જ્યારે 22 બેઠકો પર TMC ઉમેદવારો જીત્યા હતા.

આ પણ વાંચો: તમિલનાડુ ચૂંટણી: જો જીત્યો તો, દરેક ઘરને હેલિકૉપ્ટર, ગૃહિણીને ઘરકામ માટે રોબોટ અને ચાંદની સફરનો વાયદો  Assembly Elections 2021

આજે જે 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તેમાં પુરુલિયા જિલ્લાની 9, પૂર્વ મિદનાપુરની 7, પશ્ચિમિ મિદનાપુર જિલ્લાની 6, બાંકુડાની 4, ઝારગ્રામ જિલ્લાની 4 બેઠકો છે. આજે સૌથી મહત્વની વિધાનસભા બેઠક નંદીગ્રામ પૂર્વી મિદનાપુર જિલ્લાની છે. અહીથી ભાજપે શુભેન્દુ અધિકારીને ટિકિટ આપી છે, જ્યારે તેમની સામે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી મેદાનમાં ચે. જો કે નંદીગ્રામ શુભેન્દુ અધિકારીનો ગઢ મનાય છે અને અહીંથી તેઓ સતત જીતતા આવ્યા છે. શુભેન્દુએ 4 મહિના પહેલા TMC સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થયા હતા.

જો આસામની વાત કરીએ તો અહીં 47 બેઠકો પર 267 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થઈ જશે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયા પહેલા પોલિંગ બૂથો પર લાંબી લાઈનો જોવા મળી હતી. આ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે આસામવાસીઓને ખાસ વાત યાદ અપાવતા ખાસ અપીલ કરી હતી. Assembly Elections 2021

મનમોહન સિંહે કહ્યું કે, અનેક વર્ષોથી આસામ મારૂ બીજી ઘર રહ્યું છે. 1991 થી 2019 આમ 28 વર્ષ સુધી રાજ્યસભામાં આસામનું પ્રતિનિધિત્વ કરવું મારુ સૌભાગ્ય હતું. અસમના લોકોએ મને 5 વર્ષ માટે નાણા મંત્રી અને 10 વર્ષ માટે પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સક્ષમ બનાવ્યો. તેમણે આસામની પ્રજાને અપીલ કરી છે કે, તમારે ભારતીય બંધારણ અને લોકતંત્રના સિદ્ધાંતોને લાગૂ કરનારી સરકારના સમર્થનમાં મતદાન કરવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat