નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં ત્રીજા તબક્કા માટે મતદાન છે. જ્યારે કેરળ, પોંડિચેરી અને તમિલનાડુમાં તમામ બેઠકો પર વૉટિંગ થઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
‘Metro Man’ E Sreedharan casts vote at a polling booth in Ponnani #KeralaElections pic.twitter.com/Dg6eyvVxBU
— ANI (@ANI) April 6, 2021
પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થતાં જ TMCએ આરોપ લગાવ્યો છે કે, 24 પરગણા અને હાવરાના અનેક પોલિંગ બૂથો પર મતદાતાઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. TMCએ સુરક્ષાબળો અને ભાજપ કાર્યકર્તાઓ પર આક્ષેપ કર્યા છે.
Tamil Nadu: Makkal Needhi Maiam chief Kamal Haasan, his daughters Shruti Haasan & Akshara Haasan stand in a queue as they await their turn to cast vote. Visuals from Chennai High School, Teynampet in Chennai.#TamilNaduElections pic.twitter.com/7zjjcGUjVV
— ANI (@ANI) April 6, 2021
Chennai: Actor Rajinikanth casts vote at a polling booth in Stella Maris of Thousand Lights constituency#TamilNaduElections pic.twitter.com/PRPGVKE8kv
— ANI (@ANI) April 6, 2021
કેરળમાં 140 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પોંડિચેરીની 30 વિધાનસભા બેઠકો પર આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ચેન્નઈમાં વહેલી સવારે સાઉથ સુપર સ્ટાર રજ્નીકાંતે મતદાન કર્યું. આ સિવાય અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસને પણ મત આપ્યો હતો. કમલ હાસન પોતાની પુત્રી શ્રુતિ અને અક્ષરા સાથે મત આપવા પહોંચ્યા હતા. જ્યારે બીજી તરફ કેરળમાં મેટ્રો મેન શ્રીધરને પણ મતદાન કર્યું.
આ પણ વાંચો: સુરતની કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજનનો વપરાશ વધ્યો, ક્વોટા વધારવાની માંગ
બંગાળમાં ત્રીજા તબક્કા દરમિયાન ભાજપના સ્વપ્ન દાસગુપ્તા, TMCના આશિમા પાત્રા અને CPMના કાંતિ ગાંગુલીની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. અહીં આજે કુલ 31 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં પ્રથમ બે તબક્કામાં મતદાન દરમિયાન હિંસાની નાની-મોટી ઘટનાઓને જોતા સુરક્ષા કર્મચારીઓની 832 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ તમામ રાજ્યો ચૂંટણીના પરિણામો 2જી મેના રોજ જાહેર થશે.