Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > જામનગરમાં હોમગાર્ડ જવાનોનું પોસ્ટલ મતદાન રદ્દ, 400 બેલેટ જપ્ત કરાયા

જામનગરમાં હોમગાર્ડ જવાનોનું પોસ્ટલ મતદાન રદ્દ, 400 બેલેટ જપ્ત કરાયા

0
65

જામનગર: ગુજરાતમાં મહાનગર પાલિકા, પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતો માટે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે જામનગર મહાનગર પાલિકા માટે હોમગાર્ડ જવાનોના પોસ્ટલ બેલેટ મતદાનમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આરોપો બાદ મતદાન રદ્દ કરવામાં આવ્યું છે. Jamnagar Corporation Election

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર મ્યુન્સિપલ કોર્પોરેશન માટે આગામી 21 ફેબ્રુઆરીએ યોજાનારા મતદાનમાં ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે બુધવારે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. જેમના માટે શહેરની એમપી શાહ કોલેજ ઓફ કોમર્સમાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સિવાય હોમગાર્ડના જવાનો માટે લાલ બંગલામાં મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.

લાલ બંગલા પર સવારે 10:30ના બદલે 11:30 કલાકે મતદાન અધિકારીઓ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ, આપ સહિત અન્ય અપક્ષ ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા અને હોમગાર્ડના કર્મચારીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો હતો. આટલું જ નહીં, તેમણે મતદાન રદ્દ કરવાની માંગ પણ કરી હતી. Jamnagar Corporation Election

બપોરે 4 વાગ્યા સુધી પોસ્ટલ બેલેટ બેલેટ વડે હોમગાર્ડ જવાનો દ્વારા 70 ટકા મતદાન થઈ ગયું હતું. જેમાં ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોવાની રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી હતી. જેના પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા મતદાન મથકે આવેલી PSI ઓફિસ સહિતના 3 અધિકારીઓ પાસે ખુલાસો માંગી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. Jamnagar Corporation Election

આ પણ વાંચો:  પહેલા મોદી, હવે દરેક ગુજરાતીઓની ‘ચા’ થી કોંગ્રેસ પાર્ટી નારાજ: ઈરાની Jamnagar Corporation Election

હોમગાર્ડ કચેરીમાં જ પોસ્ટલ બેલેટનું વિતરણ કર્યા બાદ હોમગાર્ડના અધિકારીઓ દ્વારા નિયત સ્થળે પોલિંગ બૂથ પર મતદાન કરાવવાનું હતું. જો કે પોલિંગ બૂથની જગ્યાએ ત્યાંને ત્યાંજ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જો અયોગ્ય હોવાનું ધ્યાને આવતા કલેક્ટરે 400થી વધુ હોમગાર્ડના જવાનોએ મતદાન કરેલા બેલેટ જપ્ત કર્યાં હતા. હવે તમામ હોમગાર્ડના જવાનો માટે નવેસરથી પોસ્ટલ બેલેટ ઈસ્યૂ કરી ફરીથી મતદાન યોજાશે.

જણાવી દઈએ કે, જામનગર જિલ્લા પંચાયતની 24 સીટો માટે આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં 7 ઉમેદવારી પત્રકો પરત ખેંચાયા બાદ 82 અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 25 ઉમેદવારી પત્રકો પરત ખેંચાવાના કારણે 333 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. Jamnagar Corporation Election

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat