Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાલે પરિણામ, મત ગણતરી માટે કેવી છે તંત્રની તૈયારી?

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાલે પરિણામ, મત ગણતરી માટે કેવી છે તંત્રની તૈયારી?

0
66

અમદાવાદ: ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા રવિવારે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે મંગળવારે મતગણતરી હાથ ધરાવા જઈ રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજાયેલી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી માટે ચૂંટણી પંચ તરફથી માર્ગ દર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના સંક્રમણની સ્થિતિને જોતા તકોદારીના ભાગરૂપે તેનું પાલન કરવાનું રહેશે. Gujarat Civic Poll Results

રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન યોજાયુ હતું. જેમાં સૌથી વધુ જૂનાગઢ મહાનગર પાલિકામાં 51.85 ટકા તો સૌથી ઓછુ 42.51 ટકા મતદાન અમદાવાદમાં યોજાયું હતું. જે બાદ હવે મતગણતરી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. Gujarat Civic Poll Results

અમદાવાદમાં ગુજરાત કોલેજ એલિસ બ્રિજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. Gujarat Civic Poll Results

અમદાવાદના કુલ 192 વોર્ડની મત ગણતરી ક્યાં યોજાશે? Gujarat Civic Poll Results

LD કોલેજ: થલતેજ, મકતમપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ, રામોલ – હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપૂર, ખાડિયા,જમાલપુર,સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા , લંભા, વટવા, પાલડી, વાસણા, નવરંગપુરા, બાપુનગર, સરસપુર -રખિયાલ, ગોમતીપુર

ગુજરાત કોલેજ: ક્યાં વોર્ડ – સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા – હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવા

રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું છે. જેની શહેરમાં 6 અલગ-અલગ ઠેકાણે મત ગણતરી હાથ ધરાશે. જેમાં વીરબાઈ મહિલા કોલેજ, એએસ ચૌધરી હાઈસ્કૂલ, એસવી વિરાણી હાઈસ્કૂલ, પીડી માલવિયા કોલેજ, રણછોડદાસજી કોમ્યુનિટી હોલ એમ અલગ-અલગ જગ્યાએ વિવિધ વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે.

જ્યારે સુરતમાં 484 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. સુરતમાં 45.51 ટકા મતદાન થયું છે. જેની મતગણતરી પીપલોદ અને મજૂરાગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજના બે મુખ્ય મથકો પર હાથ ધરવામાં આવશે.

જામનગર મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 236 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. જેને 4 સ્ટ્રોન્ગરૂમમાં બંધ કરવામાં આવ્યા છે. આવતીકાલે હરિયા કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે. હાલ સ્ટ્રોન્ગ રૂમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: મતદાન પુરુ થતાં કોરોનાનો ગ્રાફ ઉંચકાયો, આરોગ્ય તંત્ર એલર્ટ Gujarat Civic Poll Results

મત ગણતરી માટેના દિશા-નિર્દેશ Gujarat Civic Poll Results
→ મતગણતરી માટે એક હોલમાં 7 જ ટેબલ ગોઠવાશે.
→ મત ગણતરીમાં રોકાયેલ તમામ સ્ટાફે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.
→ થર્મલ ગન, હોલને સેનેટાઈઝ કરવો પડશે.
→ જો એજન્ટ સંક્રમિત જણાય તો અન્ય એજન્ટ નીમી શકાશે.
→ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે આયોજન કરવાનું રહેશે.
→ મતગણતરી સ્થળ પર યોગ્ય પબ્લિક એડ્રેસ સીસ્ટમ ગોઠવવા સૂચના

આટલું જ નહીં, મત ગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, CCTV કેમેરા, જરુરી સૂચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ, પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મત ગણતરી એક જ દિવસે કરવાની અરજી ફગાવી દીધી છે. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે પણ મત ગણતરી એકજ દિવસે કરવાની કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી. હવે આવતીકાલે જ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat