Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > 712 ચિપસેટ સાથે આવનાર પ્રથમ સ્માર્ટફોન Vivo Z1 Pro, જાણો પ્રોસેસરની ખાસિયત

712 ચિપસેટ સાથે આવનાર પ્રથમ સ્માર્ટફોન Vivo Z1 Pro, જાણો પ્રોસેસરની ખાસિયત

0
483

Vivo Z1 Pro ભારતમાં 3 જુલાઈના લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોનના કેટલાક વિશેષ સ્પેસિફિકેશન્સમાં સ્નેપડ્રેગન 712 ચિપસેટ સાથે એનહાંસ્ડ GPU અને 5000 mAhની બેટરી સામેલ છે. આ સાથે જ લેટેસ્ટ સોશિયલ મીડિયા રિવીલથી જાણાવા મળ્યું છે કે, કંપનીએ પોતાના આ નવા ફોન માટે ગેમર્સ પર ફોક્સ રાખ્યું છે. જેમાં શાનદાર કૂલિંગ, કનેક્ટિવિટી માટે નેટ ટર્બો અને ટર્બોના નામે અનેક અન્ય ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. જે ફોનના પરફોમન્સને વધારે ફાસ્ટ કરશે.

■ આ ફોનની મુખ્ય ખાસિયત તેની સ્નેપડ્રેગન 712 ચિપસેટ છે. આ ચિપસેટ સાથે આવનારો Vivo Z1 Pro પ્રથમ ફોન હશે. આખરે આ ચિપસેટમાં શું અલગ છે, ચાલો જાણીએ.

■ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 712 મોબાઈલ પ્લેટફોર્મની ખાસિયત, મોબાઈલ ડિવાઈસ પર AI, ગેમિંગ, પરફોમન્સ અને પાવરનું કોમ્બિનેશન આપવું છે. આ ચિપસેટને આ 4 સુવિધાઓને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે.

■ 712 મોબાઈલ પ્લેટફોર્મ 10લસ પ્રોસેસ પર બનાવવામાં આવ્યું છે અને તેમાં ક્વાલકૉમ Kryo 360CPU, ક્વાલકૉમ Adreno 616GPU અને ક્વાલકૉમ Hexagon 685DSPનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

■ સ્નેપડ્રેગન 710ની સરખામણીમાં જે ડિવાઈસીઝમાં 712 ચિપ સેટ હશે, તેમાં બેટરી યૂસેઝને શ્રેષ્ઠ રીતે મેનેજ કરવાની ક્ષમતા હશે. આ સાથે, તે પિક્ચર્સ માટે સેટિંગને ઓટો એડજસ્ટ કરી શકશે.

■ 712 ચિપ સેટ તમને 4K અલ્ટ્રા HD વીડિયો શૂટ કરવાની સ્વતંત્રતા આપે છે. જેથી તમે તમામ ક્ષણોને કેદ કરી શકશો. તમારી ફૂટેજ અથવા વીડિયોનું ટેક્સચર શ્રેષ્ઠ હશે અને ફોટોજ લૉ-લાઈટમાં પણ કલરફૂલ રહેશે.

આનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે, Vivo Z1 Pro કેમેરા, બેટરી અને ગેમિંગ મામલે શાનદાર ફોન સાબિત થઈ શકે છે.

MannKiBaat: દેશમાં પાણીના સંકટને ટાળવા PM મોદીના સૂચનો