Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Vivo V20 Pro હશે સૌથી સ્લિમ 5G સ્માર્ટફોન, ટૂંક સમયમાં ભારત થશે લોન્ચ

Vivo V20 Pro હશે સૌથી સ્લિમ 5G સ્માર્ટફોન, ટૂંક સમયમાં ભારત થશે લોન્ચ

0
312

નવી દિલ્હી: વીવોએ તાજેતરમાં ભારતમાં Vivo V20 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. હવે કંપની આ સીરીઝનો પ્રો વર્ઝન Vivo V20 Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ માર્કેટનો સૌથી સ્લિમ 5જી સ્માર્ટફોન હોઇ શકે છે.

વીવો વી20 પ્રોમાં કંપની ડિઝાઇન પર વધારે ફોકસ કરશે અને તેની થિકનેસ 7.4mmથી ઓછી હોઇ શકે છે. 91mobileના એક રિપોર્ટ મુજબ ઓફલાઇન સ્ટોર્સમાં Vivo V20 Proની પ્રી બુકિંગ શરૂ થઇ ગઇ છે.

રિપોર્ટ મુજબ Vivo V20 Proની કિંમત ભારતમાં 29,900 રૂપિયા હોઇ શકે છે. લોન્ચની ડેટ ભલે કંપનીએ કન્ફર્મ નથી કરી, પરંતુ કેટલીક જગ્યાએથી રિપોર્ટ મળી રહ્યા છે કે તેની સાથે 10 ટકા ઓફર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: OnePlus 9 Series લોન્ચ ડેટ, વેરિઅન્ટ્સ અને સ્પેસિફિકેશન્સની ડિટેઇલ લીક

Vivo V20 Pro ડિસ્પ્લે

વીવો વી20 પ્રોની ડિસ્પ્લેની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.44 ઇન્ચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોનમાં બે ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. ફોનમાં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યો છે.

ફિચર્સ

Vivo V20 Proના ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં કંપની Qualcomm Snapdragon 765G પ્રોસેસર આપી શકે છે. આ ફોન કંપની 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે લોન્ચ કરી શકે છે.

વીવો વી20 પ્રોમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે. પ્રાઇમરી લેન્સ 64 મેગાપિક્સનો હશે, બીજો 8 મેગાપિક્સનો હશે. આ વાઇડ એન્ગલ લેન્સ છે. એક 2 મેગાપિક્સનો સેન્સર હશે.

સેલ્ફી માટે જણાવવામાં આવી રહ્યું છે આ ફોનમાં 44 મેગાપિક્સલનો પ્રાઇમરી જ્યારે 8 મેગાપિક્સનો બીજો કેમેરો હશે. આ ફોનની બેટરી 4400 mAhની હશે અને તેની સાથે 33W ફ્લેસ ચાર્જર આપવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9