Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Vivo V17 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ, જાણો ફિચર્સ અને ઓફર્સ

Vivo V17 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ, જાણો ફિચર્સ અને ઓફર્સ

0
162

નવી દિલ્હી: Vivo V17 સ્માર્ટફોન અમેઝોન પર સૌથી સસ્તી કિંમતમાં વેચાઇ રહ્યો છે. જો તમે વીવોના આ સ્માર્ટોફોનને ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ તમારી પાસે ઉત્તમ તક છે. હેન્ડસેટમાં 8GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ અપાયો છે. વીવોના આ ફોનને ગત વર્ષે ડિસેમ્બરમાં 22,990 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરાયો હતો.

Vivo V17:કિંમત અને ઓફર્સ

અમેઝોન પર આ ફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં વેચવામાં આવી રહ્યો છે. હેન્ડસેટને અમેઝોન પરથી 17,990 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. એક્સિસ બેંક, સિટી બેંક, ICICI બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા ફોનને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે. ફોનને અમેઝોન પરથી નો-કોસ્ટ ઈએમઆઈ પર ખરીદી શકાય છે. ફોન ગ્લેશિયર બ્લૂ અને મિડનાઇટ ઓશન કલરમાં ઉપલબ્ધમાં છે.

આ પણ વાંચો: Amazon vs Reliance: ફ્યૂચર ગ્રુપ ડીલ અંગે કેમ છેડાયુ ‘યુદ્ધ’?

Vivo V17: સ્પેસિફિકેશન્સ

Vivo V17માં 6.44 ઈન્ચ E3 એસ એમોલ્ડ ફુલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. ફોનમાં 8જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 675AIE ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફી માટે વીવોના આ ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા સાથે 8 મેગાપિક્સલ વાઇડ-એન્ગલ, 2 મેગાપિક્સલ મોનોક્રોમ અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. Vivo V17 સ્માર્ટફોનને પાવર આપવા માટે 4500mAh બેટરી આપવામાં આવી છે જે 18 વોટ ડ્યૂલ-એન્જિન ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. વીવોના આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગલપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 9 પર ચાલે છે.