Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 2 મહિનામાં 5 વખત સિવિલની મુલાકાત લીધી, તબીબો સાથે બેઠક યોજી: નીતિન પટેલ

2 મહિનામાં 5 વખત સિવિલની મુલાકાત લીધી, તબીબો સાથે બેઠક યોજી: નીતિન પટેલ

0
299

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમણને કાબૂમાં કરવામાં સરકારની કામગીરી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે બાદ હાઈકોર્ટે કોરોનાની સારવાર મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લઈને કેટલાક સૂચનો પણ કર્યા હતા. હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં પ્રશ્વ પણ પૂછ્યો હતો કે, રાજ્યના આરોગ્ય મંત્રી કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી? જે બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકારે હાઈકોર્ટના આદેશ અને તેની ટિપ્પણીઓની સમીક્ષા કરી છે. આ મુદ્દે વધુ ચર્ચા કરવા અને જવાબ આપવા માટે આગામી સપ્તાહે એક બેઠક યોજાશે અને પછી વિધિવત રીતે જવાબ રજૂ કરશે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મેં છેલ્લા 2 મહિનામાં 5 વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જેમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો સાથે બેઠક યોજી છે. આ ઉપરાંત છેલ્લા 55 દિવસથી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાય છે. જેમાં મેં એકપણ દિવસની રજા લીધી નથી.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલોનો સહયોગ મળવાનું અવલોકન કર્યું છે, પરંતુ સરકારે આ માટે શરૂઆતથી જ કામ આટોપી લીધુ છે. પ્રાઈવેટ હોસ્પિટલોના 50 ટકા બેડ સરકારને ફાળવવા ફરજિયાત કરીને રિઝર્વ કરવામાં આવ્યા છે, જેનો ખર્ચો રાજ્ય સરકાર ભોગવે છે. આ સિવાય નાગરિકોને ક્વોરેન્ટાઈન સુવિધા પૂરી પાડવાનો ખર્ચો પણ રાજ્ય સરકાર જ ઉઠાવી રહી છે. હાઈકોર્ટે ટેસ્ટિંગ પર ઉઠાવેલા પ્રશ્ન પર આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, અમે દરરોજ સરેરાશ 5 હજારથી વધુ ટેસ્ટ વિવિધ વિસ્તારોમાં કર્યા છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના સંકટ: ગુજરાતની બગડતી જતી હાલત પર કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્ન- ‘કેમ કોઈ એક્શન ના લીધી?’