Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નડિયાદની વિધિ જાદવ વણઝારિયાના શહીદ વીર હરીશસિંહ પરમારના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

નડિયાદની વિધિ જાદવ વણઝારિયાના શહીદ વીર હરીશસિંહ પરમારના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

0
58

ગાંધીનગર: તાજેતરમાં જમ્મુ- કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવા ઉપરાંત આંતકવાદીઓ સાથેની મૂઠભેડમાં જવાનો શહીદ થઇ રહ્યાં છે. મા ભોમની રક્ષા કરતાં જવાનો પ્રત્યે અનહદ માન ધરાવતી નડિયાદની વિધિ જાદવ વણઝારિયાના શહીદ વીર હરીશસિંહ પરમારના ઘરે પહોંચી ગઇ હતી. શહીદ હરીશસિંહ પરિવારના સભ્યોની મુલાકાત લઇને તેમને સાંત્વના આપી હતી. તેની સાથે શહીદ પરિવારને રૂપિયા 56 હજારની આર્થિક મદદ કરી હતી.

નડીયાદની 19 વર્ષીય વિધિ હાલ આર્ટસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ટીવીમાં સમાચાર જોઇને શહીદોની સેવા કરવાની પ્રેરણા મળી હતી અને વિધિએ જુલાઇ 2015થી શહીદ થયેલા જવાનોના પરિવારને મળીને સાંત્વના પાઠવવાનું સદ્દકાર્ય શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં વિધિએ સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. તે સતત તેમના સંપર્કમાં પણ રહે છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.

દેશના શહિદ સૈનિક પરિવારોને આર્થિક મદદ કરતી વિધિ જાદવે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના 25 વર્ષીય વીર શહિદ જવાન હરીશસિહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી રૂ. 11000/-નો ચેક અર્પણ કર્યો હતો.

વિધિએ પાંચ દિવસ પહેલા ખેડા જિલ્લાના નાગરિકોને યથાશક્તિ મુજબ આ શહીદ પરિવારને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી જેમાં કુલ રૂ. 45000/- ની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી તે રકમ પણ વિધિએ યાદી સાથે આ પરિવારને આપી હતી. આમ, કુલ રૂ. 56,000 ની આર્થિક મદદ આ શહીદ પરિવારને કરવામાં આવી છે.

વિધિએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં તા. 11-10-2021 ના રોજ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયેલા દેશના કુલ 5 સૈનિકોના પરિવારને પણ રૂ. પાંચ, પાંચ હજાર તા. 21-10-2021 ના રોજ મોકલી આપી શહીદ સૈનિક પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat