Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આંધ્ર વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે 40 લાખ રુપાણી સરકારે મંજૂર કર્યા

આંધ્ર વિશાખાપટ્ટનમમાં ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે 40 લાખ રુપાણી સરકારે મંજૂર કર્યા

0
30

દેશભરના કુલ 16 ગુજરાતી સમાજ ભવન માટે 1.69 કરોડની સહાય ચૂકવાઈ

ગાંધીનગરઃ રુપાણી સરકારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ગુજરાતી સમાજ (Visakhapatnam Gujarati Samaj)ભવનના નિર્માણ માટે 40 લાખ રુપિયાની સહાય મંજૂર કરી. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના હેઠળ આ સહાય મંજૂર કરાઇ છે. અત્યાર સુધી દેશભરના કુલ 16 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે 1.69 કરોડ રુપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે.

મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી માહિતી

બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન નિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે.

આ પણ વાંચોઃ મોરવા-હડફ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના નિમિષાબેન સુથારનો વિજય

મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવન (Visakhapatnam Gujarati Samaj)ના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 40 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10.00 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બે માંથી જે ઓછુ હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

બિનનિવાસી ગુજરાતીઓ માટે મહત્વનો નિર્ણય

ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજ ભવનના નિર્માણ અને મરામત માટે આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. Visakhapatnam Gujarati Samaj

આ પણ વાંચોઃ ACBએ GSTના આસિસ્ટન્ટ કમિશ્નર વિરુદ્ધ સત્તાના દુરુપયોગનો ગુનો દાખલ કર્યો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat