- કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળ્યા
- વિરુષ્કાના ઘરે 11 જાન્યુઆરીએ લક્ષ્મીનું આગમન થયું હતું
મુંબઇઃ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મના 11 દિવસ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા (Virushka in Public) વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી. પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી વર્કઆઉટ કરનારી અનુષ્કા એકદમ ફિટ દેખાતી હતી.
32 વર્ષીય અનુષ્કાએ બ્રીચ કેન્ડીને પ્રથમ સંતાનને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ ટ્વીટર સ્થગિત થતા કંગનાની ધમકીઃ “તેઓનું જીવવાનું હરામ કરીને ઝંપીશ”
હોસ્પિટલમાં કડક નિયમોનું પાલન કર્યું
અનુષ્કા તથા વિરાટ (Virushka in Public) પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાંક કડક નિયમો મૂક્યા હતાં. અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શક્યા નહોતા. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ ફૂલો અથવા કોઈ પણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં.
આટલું જ નહીં અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નહોતા. હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવી શકતો હતો.
દીકરીનું નામ ANVI રાખે તેવી ચર્ચા
હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અનુષ્કા તથા વિરાટ (Virushka in Public) પોતાની દીકરીનું નામ ‘અન્વી’ રાખે તેવી શક્યતા છે. ‘અન્વી’નો અર્થ દયાળું એવો થાય છે. આટલું જ નહીં કપલે પોતના નામના પહેલાં બે અક્ષરો લઈને દીકરીનું નામ ‘અન્વી’ રાખ્યું હોય તેમ લાગે છે.
અનુષ્કા (Anushka) તથા વિરાટ (Virat)ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી) થાય છે.
આ પણ વાંચોઃ દયાબેનની શું ‘ઉલ્ટા ચશ્મા…’માં વાપસી થશે? તારક મહેતાના 4 મિશન 2021
અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું
અનુષ્કા તથા વિરાટે(Virushka in Public) ફોટોગ્રાફરને ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. જેમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો છે. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં છે.
“વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું છે, ‘હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ.” Virushka in Public news
અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.”
વધુમાં નોટમાં કહેવામાં આવ્યું છે, ‘અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.”
આ પણ વાંચોઃ શાહરુખે જ્યારે ગૌરીના પરિવારને કહ્યું હતું- હવે આ બુરખો પહેરશે, ઘરની બહાર નહીં નીકળે