Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઝહીર ખાનના કારણે ઓપનર બન્યો હતો વીરૂ, સહેવાગે સંભળાવી રસપ્રદ સ્ટોરી

ઝહીર ખાનના કારણે ઓપનર બન્યો હતો વીરૂ, સહેવાગે સંભળાવી રસપ્રદ સ્ટોરી

0
29

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે પોતાની સફળતાનો શ્રેય દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીને આપે છે. તેમને અનેક વખત સાર્વજનિક કાર્યક્રમો અથવા ઈન્ટરવ્યુંમાં કહ્યું છે કે, ગાંગુલીના કારણે જ તેઓ આટલા રન બનાવી શક્યા છે. ટેસ્ટમાં 23 અને વનડેમાં 15 શતક લગાવનાર સહેવાગે ગાંગુલીના એક શોમાં ખુલાસો કર્યો હતો કે, તેમના ઓપનર બનવા પાછળ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહિર ખાનનો હાથ હતો. આ દરમિયાન શો પર ઝહીર, વીવીએસ લક્ષ્મણ, હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિન પણ હાજર હતા.

સૌરવ ગાંગુલીના બંગાળી શો દાદાગીરમાં સહેવાગે કહ્યું હતુ, “1999થી ડિસેમ્બર 2000 સુધી ઘરેલૂ મેચોમાં રન બનાવ્યા હતા. તે પછી ટીમ ઈન્ડિયામાં મને ફરીથી તક મળી. જ્યારે હું ટીમ ઈન્ડિયામાં પરત આવ્યો તો મારા કેપ્ટન ગાંગુલી હતા. તેમને ડિસેમ્બર 2000માં જિમ્બાબ્વે વિરૂદ્ધ મારી પસંદગી કરી હતી. મને ઘણી બધી તકો આપી હતી. 15-20 ઈનિંગ્સમાં હું રન બનાવી શક્યો નહતો, તે છતાં મારૂ સમર્થન કર્યું. તે માટે દાદાનો આભાર, કેમ કે આટલી તક મળતી નહીં તો હું કદાચ આટલો મોટો ખેલાડી બન્યો ના હોત. મને સૌરવ ગાંગુલીએ જ ઝહીર ખાનના કહેવાથી ઓપનિંગ કરાવવામાં આવી. ઝહીર ખાનનો આભાર.”

તે પછી સહેવાગે કહ્યું, “શ્રીલંકામાં ઘણા બધા ઓપનર રમ્યા, પરંતુ કોઈએ રન બનાવ્યા નહીં. યુવરાજ સિંહ, હેમાંગી બદાની, અમર ખુરાસિયા. તે પી ઝહીર ખાને દાદા (ગાંગુલી)ને કહ્યું કે, સહેવાગને ઓપનિંગ કરાવો. હું ઝહીને ગાળો દેતો હતો કે, મને ઓપનર કેમ બનાવડાવી દીધો, પરંતુ આજે બંનેનો આભાર માનું છું. કેમ કે, હું ઓપનિંગ કરતો નહીં તો આટલી રન બનાવ્યા ના હોત. દાદાએ મને ટેસ્ટ મેચોમાં પણ ઓપનિંગ કરવા માટે કહ્યું હતુ “

વીરૂએ કહ્યું હતુ, “હું વનડેમાં અનેક વખત ઓપનિંગ કરી ચૂક્યો હતો. ઈંગ્લેન્ડ પહોંચતા દાદાએ મને કહ્યું કે, ટેસ્ટ મેચોમાં તે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. શ્રીલંકામાં ઓપનિંગ કરીને રન બનાવ્યા, પરંતુ અહીં મીડલ ક્લાસમાં જગ્યા મળશે નહીં. મધ્યમક્રમમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડૂલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ હતા. મારે બહાર બેસવું પડી શકે છે. તેમને કહ્યું તું ઓપનિંગ કરી લે. તમે પણ મધ્યમક્રમમાં છો, તમે ઓપનિંગ કરી લો તો હું મધ્યમક્રમમાં રમી લઈશ. તેનો જવાબ આપતા તેમને મને કહ્યું કે, હું કેપ્ટન છૂ, મારી ઈચ્છા હશે ત્યાં રમીશ.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat