નવી દિલ્હી: દુબઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા ટી-20 વર્લ્ડકપ મેચમાં ભારતની હાર બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને ઓનલાઇન રેપની ધમકી મળ્યા બાદ દિલ્હી મહિલા આયોગ (DCW)એ દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. DCW અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને શરમજનક ગણાવતા આરોપીઓની ધરપકડની માંગ કરી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરીને ટ્વિટર પર બળાત્કારની ધમકી મળવા મામલે દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ સાઇબર ક્રાઇમ બ્રાંચના ડીસીપીને મોકલેલી નોટિસમાં ઓનલાઇન ટ્રોલ વિરૂદ્ધ તુરંત કાર્યવાહી કરવાની માંગ કરી છે. DCWએ નોટિસમાં પોલીસ કમિશનરને ફરિયાદની એક કોપી, ઓળખાયેલા અને ધરપકડ કરાયેલા આરોપીઓની ડિટેલ, કાર્યવાહીનો રિપોર્ટ આઠ નવેમ્બર સુધી ઉપલબ્ધ કરાવવા કહ્યુ છે.
विराट कोहली की 9 महीने की बेटी को जिस तरह ट्विटर पर रेप की धमकी दी गई वो बेहद शर्मनाक है। इसी टीम ने हमें हज़ारों बार गौरवांवित महसूस कराया है, हार पे ये घटियापन क्यों?
मैंने दिल्ली पुलिस को नोटिस जारी किया है, 9 महीने की बच्ची को रेप की धमकी देने वाले सभी गिरफ्तार हों! pic.twitter.com/WhLrK4MTME
— Swati Maliwal (@SwatiJaiHind) November 2, 2021
સ્વાતિ માલીવાલે ટ્વીટ કરી કહ્યુ, “વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને જે રીતે ટ્વિટર પર રેપની ધમકી આપવામાં આવી તે શરમજનક છે. આ ટીમે અમને હજારો વખત ગૌરવનો અનુભવ કરાવ્યો છે, હાર પર આ હીન ભાવના કેમ? મે દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે, 9 મહિનાની બાળકીને રેપની ધમકી આપનારા તમામની ધરપકડ થાય.
T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી ટ્રોલ્સના નિશાના પર આવી ગયો હતો. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા શમીનો સપોર્ટ કરતા વિરોધીઓએ તેને પણ છોડ્યો નહતો.