Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વિરાટ કોહલી કેપ્ટન્સી નહી છોડે, BCCIએ કહ્યુ- બકવાસ છે રાજીનામાના સમાચાર

વિરાટ કોહલી કેપ્ટન્સી નહી છોડે, BCCIએ કહ્યુ- બકવાસ છે રાજીનામાના સમાચાર

0
21

મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે તે રિપોર્ટને ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે વિરાટ કોહલી ICC ટી-20 વર્લ્ડકપ બાદ લિમિટેડ ઓવરની કેપ્ટન પદેથી રાજીનામુ આપી શકે છે.

એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે જો ભારત આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરના UAEમાં રમાનાર ટી-20 વર્લ્ડકપને જીતવામાં નિષ્ફળ રહ્યુ તો કોહલી પાસેથી લિમિટેડ ઓવરની કેપ્ટન્સી છીનવવામાં આવી શકે છે અને તેમની જગ્યાએ રોહિત શર્માને તેની જવાબદારી મળશે. જોકે, ધૂમલે આ દાવાને પુરી રીતે ફગાવી દીધા છે.

આઇએએનએસના રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યુ કે આ બકવાસ છે અને આવુ કઇ થવા નથી થઇ રહ્યુ. આ મામલે માત્ર મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઇએ આ ઘટનાને લઇને કોઇ ચર્ચા કરી નથી. આ પહેલા એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સફળ છે પરંતુ લિમિટેડ ઓવરની આઇસીસી ઇવેન્ટમાં તેમની નિષ્ફળતાને કારણે રોહિત શર્માને આ જવાબદારી સોપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: US OPEN: 53 વર્ષ બાદ બ્રિટિશ મહિલા ખેલાડીએ ખિતાબ જીતીને રચ્યો ઈતિહાસ

સુત્રો અનુસાર, બીસીસીઆઇના ટોચના અધિકારી ઇંગ્લેન્ડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલામં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદ આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે, જ્યા તે કથિત રીતે ભારતીય કેપ્ટનની ટીમ પસંદગીથી નારાજ હતા. વિરાટ કોહલીએ WTC ફાઇનલ દરમિયાન ફાસ્ટ બોલરને અનુકૂળ અને ઓવરકાસ્ટ વાતાવરણમાં બે સ્પિનરને રમાડ્યા હતા. જોકે, ધૂમલે કહ્યુ કે આવી કોઇ બેઠક મળી નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat