Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > દોઢ કલાક પહેલા ફોન પર મળી કેપ્ટ્ન પદેથી હટાવવાની માહિતી: કોહલી

દોઢ કલાક પહેલા ફોન પર મળી કેપ્ટ્ન પદેથી હટાવવાની માહિતી: કોહલી

0
13

વિરાટ કોહલીને ભારતીય ODI ટીમના કેપ્ટ્ન પદેથી હટાવવાની ચર્ચાને લઈ ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેણે પોતે વિરાટ કોહલીને ફોન કરીને આ વિશે જણાવ્યું હતું. હવે કોહલીએ આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું કે, વનડે ટીમની કેપ્ટનશીપને લઈને તેની સમક્ષ કોઈ ચર્ચા થઈ નથી. ટેસ્ટ ટીમની પસંદગીને લઈને વાતચીતના અંતે તેને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. કોહલીએ એમ પણ કહ્યું કે જ્યારે તેણે ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે તે વનડે અને ટેસ્ટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેવા માંગે છે. તે સમયે તેને સંમતિ આપવામાં આવી હતી.

વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં ODI ટીમમાંથી બહાર થવાના ક્રમ વિશે જણાવ્યું. તેણે કહ્યું, ‘પસંદગી સમિતિની બેઠકના દોઢ કલાક પહેલા (8 ડિસેમ્બરે) મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મુખ્ય પસંદગીકારે ટેસ્ટ ટીમ વિશે ચર્ચા કરી. આના પર અમે સંમત થયા. કૉલ સમાપ્ત થાય તે પહેલાં, મુખ્ય પસંદગીકારે મને કહ્યું કે પસંદગીકારોએ નક્કી કર્યું છે કે હું ODI કેપ્ટન નથી. પસંદગીકારોએ કહ્યું કે તેઓ ODI અને T20માં અલગ-અલગ કેપ્ટન રાખવા માંગતા નથી. આ માટે મેં કહ્યું ઠીક છે. તે પહેલાં મારી સાથે કોઈ વાત થઇ ન હતી. આટલું જ થયું.

કોહલીએ એમ પણ કહ્યું કે તે ODIમાં કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના વિઝનને સંપૂર્ણ સમર્થન આપશે. તેણે કહ્યું કે તે ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ જવાના કારણે ODI કેપ્ટનમાંથી હટાવવાનો નિર્ણય સમજી ગયો હતો. તેણે કહ્યું કે જ્યારે તેણે T20 કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તેણે સૌથી પહેલા બીસીસીઆઈનો સંપર્ક કર્યો હતો. તેણે પોતાની આખી વાત તેની સામે મૂકી હતી. ત્યારે બીસીસીઆઈએ આ નિર્ણયને પ્રગતિશીલ ગણાવ્યો હતો. તેણે કહ્યું, ‘તે સમયે મેં તેને કહ્યું હતું કે હું ટેસ્ટ અને વનડેમાં કેપ્ટનશિપ કરવા માંગુ છું પરંતુ અધિકારીઓ અને પસંદગીકારો ઈચ્છે છે કે જો કોઈ અન્યને આ જવાબદારી મળે તો તે તેમનો નિર્ણય હશે.’

વિરાટ કોહલીએ એમ પણ કહ્યું કે ભારતીય ટીમનું નેતૃત્વ કરવું હંમેશા તેના માટે ગર્વની વાત રહી છે. તેણે કહ્યું, ‘મેં સુકાની તરીકે ખૂબ ગર્વ અનુભવ્યો છે. મેં મારાથી બને તે રીતે શ્રેષ્ઠ રીતે કામ કર્યું. સારું કરવાની મારી પ્રેરણા ઓછી થઈ નથી. હું સુકાનીપદ વિશે એક વાત કહેવા માંગુ છું કે હું આ કામ પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિક હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat