Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વિરાટ કોહલીએ 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસને કર્યો યાદ, ડિપ્રેશનમાં હોવાનો ખુલાસો

વિરાટ કોહલીએ 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસને કર્યો યાદ, ડિપ્રેશનમાં હોવાનો ખુલાસો

1
139

મુંબઇ: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ખુલાસો કર્યો કે 2014માં ઇંગ્લેન્ડના ખરાબ પ્રવાસ દરમિયાન તે ડિપ્રેશનમાં હતો. સતત નિષ્ફળતા બાદ તેણે લાગતુ હતું કે આ દુનિયામાં તે એકમાત્ર વ્યક્તિ છે. ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માર્ક નિકોલસ સાથે વાતચીતમાં કોહલીએ સ્વીકાર કર્યો કે તે આ પ્રવાસ દરમિયાન પોતાની કરિયરના મુશ્કેલ સમયમાંથી પસાર થતો હતો. કોહલી માટે 2014નો ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો.

કોહલીએ આ પ્રવાસમાં પાંચ ટેસ્ટ મેચની 10 ઇનિંગ્સમાં 13.50ની એવરેજથી રન બનાવ્યા હતા, તેનો સ્કોર 1,8,25,0,39,28,0,7,6 અને 20 રન હતો. તે બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેણે 692 રન બનાવી શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે ક્યારેય હતાશ રહ્યો છે તો તેણે કહ્યુ, “હા, મારી સાથે આવુ થયુ હતું. એમ વિચારીને સારૂ નથી લાગતુ કે તમે રન નથી બનાવી શકતા અને મને લાગે છે કે તમામ બેટ્સમેનોને કોઇ પ્રવાસમાં એવો અનુભવ થાય છે કે તમારૂ કોઇ વસ્તુ પર નિયંત્રણ નથી.”

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે કહ્યુ, “તમને ખબર નથી હોતી કે તેમાંથી કઇ રીતે બહાર આવવુ છે, આ તે સમય હતો જ્યારે હું વસ્તુને બદલવા માટે કઇ કરી શકતો નહતો. મને એવો અનુભવ થતો હતો કે જેવો કે હું વિશ્વમાં એકમાત્ર વ્યક્તિ છું. કોહલીએ યાદ કર્યુ કે તેના જીવનમાં તેનો સાથ આપનારા લોકો હતા પરંતુ તે ત્યારે પણ એકલો અનુભવી રહ્યો હતો, તેમણે કહ્યુ કે ત્યારે તેમણે પ્રોફેશનલ મદદની જરૂર હતી.

આ પણ વાંચો: IPL AUCTION: મોરિસને 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો, જેમિસન 15 કરોડમાં RCBમાં

મેન્ટલ હેલ્થ જરૂરી- કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્તમાન સમયમાં વિશ્વના શાનદાર બેટ્સમેનમાંથી એક ગણવામાં આવે છે. વિરાટ કોહલી ખુદ માને છે કે મેન્ટલ હેલ્થ જેવા વિષયને નજરઅંદાજ ના કરી શકાય, કારણ કે તે કોઇ પણ વ્યક્તિનું કરિયર બરબાદ કરી શકે છે. વિરાટ કોહલીએ કહ્યુ, “માનસિક પરેશાનીની આવી સ્થિતિમાં એક એવા વ્યક્તિનો સાથ જરૂરી છે જેની પાસે તમે જઇને પોતાની પરેશાનીને શેર કરી શકો, તેની સાથે વાત કરી શકો કે હું શું અનુભવી રહ્યો છું, હું સવારે ઉઠવા નથી માંગતો. મને ખુદ પર વિશ્વાસ નથી કે હું શું કરૂ.”

વિશ્વમાં કેટલાક એવા લોકો છે જે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે, કોઇ કેટલાક મહિના તો કોઇ પુરી ક્રિકેટ સીઝનમાં તેનાથી પરેશાન થઇ રહ્યા હોય અને કોઇ વ્યક્તિ તેમાંથી બહાર નીકળવામાં અસમર્થ રહ્યા હોય. કોહલીએ કહ્યુ કે, મને ઇમાનદારીથી લાગે છે કે આવી સ્થિતિમાં પ્રોફેશનલ હેલ્પની ઘણી જરૂર હોય છે.

મહત્વપૂર્ણ છે કે, ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત-ઇંગ્લેન્ડ 1-1ની બરાબરી પર છે. વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે અત્યારે અમદાવાદમાં છે. અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ અને 5 ટી-20 મેચ રમશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat