Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા બાબતે વિરાટ કોહલી PM મોદી અને ડોનાલ્ડ ટ્રંપથી આગળ

ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતા બાબતે વિરાટ કોહલી PM મોદી અને ડોનાલ્ડ ટ્રંપથી આગળ

0
289

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી દિવસે દિવસે નવા શિખરો સર કરી રહ્યા છે. કોહલીનો કદ ક્રિકેટના મેદાન પર તો મોટુ છે જ સાથે સાથે તેઓ સોશિયલ મીડિયા પર નવા કીર્તિમાન બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોહલીના ફેનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ જ કારણ છે કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પણ આગળ નિકળી ગયા છે.

સોશિયલ મીડિયાના સૌથી ચર્ચિત પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોવર્સની સંખ્યા 5 કરોડથી વધુ થઈ ગઈ છે. તેની સાથે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી મોટા ભારતીય સેલેબ્રિટી પણ બની ગયા છે. આ બાબતમાં તેણે અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધુ છે. વિરાટ પાછળ બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા છે, જેના ઈન્સ્ટા ફોલોવર્સની સંખ્યા 4.9 કરોડ છે.

મોદી અને ટ્રંપથી આગળ

ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી માત્ર પ્રિયંકા ચોપરા જ નહી પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી પણ મોટા સેલેબ્રિટી છે. ઈન્સ્ટા પર PM મોદીના 3.45 કરોડ ફોલોવર્સ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કુલ ફોલોવર્સની સંખ્યા માત્ર 1.75 કરોડ છે.

રોનાલ્ડોના 20 કરોડથી વધારે ફોલોવર્સ

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે લોકપ્રિય સેલેબ્રિટી છે. રોનાલ્ડોના ફોલોવર્સની સંખ્યા 20.4 કરોડ છે. આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકી એક્ટ્રેસ અને મ્યૂઝીશિયન એરિયાના ગ્રાંડે છે. ઈન્સ્ટાગ્રામ પર એરિયાનાના 175 મિલિયન ફોલોવર્સ છે. લિસ્ટમાં ત્રીજા સ્થાને લોકપ્રિય રેસલર અને એક્ટર ડ્વેન જોનશન એટ્લે ‘ધ રોક’ છે. જોનસનના 172 મિલિયન ફોલોવર્સ છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 46માં સ્થાને છે, જ્યારે પ્રિયંકા ચોપરા વિરાટ પાછળ 47માં નંબરે છે.

મોટેરાને ભેટ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટ રમશે ભારત