Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વિરાટ કોહલીની મોટી જાહેરાત, ટી 20 વર્લ્ડ કપ બાદ કેપ્ટનશિપ છોડશે, પોસ્ટમાં વર્ક લોડનો ઉલ્લેખ કર્યો

વિરાટ કોહલીની મોટી જાહેરાત, ટી 20 વર્લ્ડ કપ બાદ કેપ્ટનશિપ છોડશે, પોસ્ટમાં વર્ક લોડનો ઉલ્લેખ કર્યો

0
102

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા માધ્યમથી એક મોટી જાહેરાત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આગામી 2021 ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે. આગામી મહિને યોજાનારા ટી 20 વર્લ્ડકપ પહેલા કોહલીએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે તે વર્લ્ડ કપ બાદ કેપ્ટનશીપ છોડી દેશે.

UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો. આ અંગે તેણે સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શેર કરી માહિતી આપી છે.

જોકે છેલ્લા કેટલાક સમયથી કોહલી કેપ્ટનશિપ છોડી શકે છે, એવી સંભાવનાઓ રહી હતી. આ અંગે ઘણી અટકળો પણ લગાવાઈ રહી હતી, જોકે BCCIના કેટલાક અધિકારીએ આ સમાચારની ખંડણી પણ કરી હતી. તેવામાં હવે વિરાટ કોહલી પછી રોહિત શર્મા ઈન્ડિયન ટીમનો કેપ્ટન બની શકે છે, તેવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યું છે.

કોહલીએ લેટરમાં લખ્યું છે કે, ‘હું અત્યંત ભાગ્યશાળી રહ્યો છું કે મને માત્ર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક જ નથી મળી, પણ મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તેનું કેપ્ટનિંગ કરવાની તક પણ મળી છે. હું ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે મારી સફરમાં મને ટેકો આપનાર દરેક વ્યક્તિનો આભાર માનવા માંગુ છું. ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, કોચ અને દરેક ભારતીય કે જે અમારી જીત માટે સતત પ્રાર્થના કરતા હતા તેમના વિના હું આ કરી શક્યો ન હોત.

‘હું સમજું છું કે કામનો ભાર ખૂબ મહત્વનો છે. હું છેલ્લા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છું અને 5-6 વર્ષથી સતત કેપ્ટનશીપ પણ કરી રહ્યો છું. હું અનુભવું છું કે ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવવા માટે મારી જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે મને થોડા સમય તથા સ્પેસની જરૂર છે. T-20ના કેપ્ટન તરીકે, મેં ટીમને મારું બધું આપ્યું છે. હું બેટ્સમેન તરીકે આગળ જતા T-20 ટીમમાં મારું યોગદાન આપવાનું ચાલુ રાખીશ.

તેમણે લખ્યું છે કે આવો નિર્ણય લેવા માટે ચોક્કસપણે સમય લાગે છે. રવિભાઈ, રોહિત અને મારા નજીકના મિત્રો સાથે લાંબી ચર્ચા કર્યા બાદ, મેં T-20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. મેં આ અંગે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને તમામ પસંદગીકારો સાથે વાત કરી છે. કોહલીએ લખ્યું છે કે હું મારી પૂરી શક્તિથી ભારતીય ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ ટીમની સેવા કરવાનું ચાલુ રાખીશ.

ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના પ્રેશરને કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. કોહલીએ ટેસ્ટમાં પોતાની છેલ્લી સદી 2019 નવેમ્બરમાં નોંધાવી હતી. કોહલીને પણ લાગે છે કે તમામ ફોર્મેટમાં તેની બેટિંગ સુધારવાને કારણે આ નિર્ણય લેવો જરૂરી છે. વળી, 2022 અને 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાએ 2 વર્લ્ડ કપ (વનડે અને T-20) પણ રમવાના છે. આવી પરિસ્થિતિમાં જો ઈન્ડિયન ટીમે વર્લ્ડ કપ જીતવો હશે તો વિરાટે આક્રમક બેટિંગ કરવાની જરૂર રહેશે, તેથી કોહલી પણ આ નિર્ણય લઈ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat