Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > વિરાટ કોહલી- અનુષ્કા શર્માના ખાસ બ્રુનોનું મોત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

વિરાટ કોહલી- અનુષ્કા શર્માના ખાસ બ્રુનોનું મોત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

0
1191

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પાલતુ ડૉગીએ દુનિયાને અલવિદા કહ્યું છે. બ્રૂનો માત્ર વિરાટ કોહલી સાથે જ રહેતો હતો જ્યારે લગ્ન બાદ અનુષ્કા શર્મા પણ બ્રૂનો સાથે અવાર નવાર મસ્તી કરતી જોવા મળતી હતી. અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર બ્રૂનો સાથે કેટલીક તસવીરો શેર કરી છે. એવામાં હવે બ્રૂનોનું મોત થતા બન્ને ઉદાસ છે.

વિરાટ કોહલીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્રૂનોની એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતા વિરાટ કોહલીએ લખ્યુ, ‘રેસ્ટ ઇન પીસ બ્રૂનો. તમે 11 વર્ષ અમારી સાથે રહ્યા, પરંતુ તમારી સાથે અમારૂ જીવનભરનું કનેક્શન છે. આજે તમે એક સારી જગ્યાએ જતા રહ્યા છો, ભગવાન તમારી આત્માને શાંતિ આપે.’

View this post on Instagram

♥️ Bruno ♥️ RIP ♥️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્માએ પણ ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની સાથે વિરાટ કોહલી અને બ્રૂનો જોવા મળે છે. તસવીર સાથે કેપ્શનમાં અનુષ્કા શર્માએ લખ્યુ, બ્રૂનો…રેસ્ટ ઇન પીસ. આ સાથે જ અનુષ્કા શર્માએ કેપ્શનમાં દિલની ઇમોજીનો પણ ઉપયોગ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસથી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. આ બન્ને કપલ કોરોના વિરૂદ્ધ જંગમાં આર્થિક મદદ સાથે આગળ પણ આપવ્યા હતા અને પોતાના ફેન્સ માટે કઇને કઇ મનોરંજન પણ કરતા રહે છે. વિરાટ કોહલીને આપેલુ અનુષ્કા શર્માનું હેરકટ હોય કે પછી અનુષ્કાની વિરાટ કોહલી માટે ચીયરિંગ, સોશિયલ મીડિયા પર બન્નેના આ અંદાજને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અત્યારે કોરોના લોકડાઉનને કારણે એક બીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. અનુષ્કા શર્મા લોકડાઉન હોવા છતા પોતાનું કામ કરી રહી છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસમાં OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર 15 મેથી એક વેબસીરિઝ રિલીઝ થવાની છે. આ વેબસીરિઝનું નામ પાતાલ લોક છે જે એક બુક પર આધારિત છે. આ વેબસીરિઝના ટ્રેલરને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલી પણ કોરોના લોકડાઉન પહેલા IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ટ્રેનિંગ કેમ્પમાં જોડાવાનો હતો. જોકે, લોકડાઉન થતા આ કેમ્પને રદ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી પોતાના ટીમ મેટ એબીડી વિલિયર્સ સાથે વાતચીત કરી હતી અને પોતાના અનુભવ એક બીજા સાથે શેર કર્યા હતા.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, હિજબુલ કમાન્ડર રિયાજ નાઇકૂ માર્યો ગયો