Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિરમગામમાં મતદાન મથક બહાર બે જૂથ વચ્ચે મારામારી, પથ્થરમારો થતાં નાસભાગ

વિરમગામમાં મતદાન મથક બહાર બે જૂથ વચ્ચે મારામારી, પથ્થરમારો થતાં નાસભાગ

0
95

રાજયમાં આજે સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે મારમારીનો બનાવ બન્યો હતો.

વિરામગામમાં ભાજપ અને અપક્ષ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જો કે, મામલો ઉગ્ર બનતા એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  પોલીસે દરમિયાનગીરી કરતા બંને જૂથો મતદાન મથકથી દૂર થયા હતા. જોકે, હજુ પણ બબાલ ચાલું છે. એક યુવકને માથાના ભાગે પથ્થર વાગતા તેને 108 મારફત હોસ્પિટલ લઈ જવાયો છે.

લોકોએ ધારાસભ્ય લાખા ભરવાડના માણસોએ મારામારી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, બોગસ મતદાનના આરોપ સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

અંગ્રેજો સામે લડત ચલાવનારા 99 વર્ષીય મણિબહેન બાપુભાઈ પટેલે મતદાન કર્યું

સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત સુરત જિલ્લા/તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણીમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.
આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.

‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબહેનએ મતદાન કર્યું

ભારતીય સિને જગતની પ્રતિષ્ઠિત અને લોકપ્રિય હિન્દી ફિલ્મ ‘મધર ઈન્ડિયા’નું જયાં શુટીંગ થયું હતું તેવા મહુવા તાલુકાના ઉમરા ગામના વતની અને ફિલ્મમાં નરગિસના ડમી તરીકે ફિલ્મમાં કામ કરનાર 75 વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા ભીખીબેન જણાવે છે કે, લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ. જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat