Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > Viral: એક યુવતી યુવકમાં સૌથી પહેલાં શું જુએ છે? કેવા-કેવા જવાબ મળ્યા

Viral: એક યુવતી યુવકમાં સૌથી પહેલાં શું જુએ છે? કેવા-કેવા જવાબ મળ્યા

0
184
  • વિવિધ જવાબ મળ્યા, ખરેખરે શું હોવું જોઇએ તે વિચારો
  • શું પૈસા જ સ્ટેટસ, અને હાઇટ બોડીજ મહત્વના છે?

નવી દિલ્હીઃ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા રોજી-રોટી જેવી જરુરિયાત બની ગઇ છે. તેના પર લોકો પોતાની વાતો- આક્રોશ બધુ જ શેર કરે છે. અવાર નવાર સવાલ જવાબ પણ તેા પર જોવા મળે છે. આમા એક સવાલ @sanjanaroy001 નામના ટ્વીટર યુઝરે કર્યો છે. તેણે પુછ્યું છે કે એક યુવતી સૌથી પહેલાં એક યુવકમાં શું જુએ છે? આમ તો પ્રથમ દૃષ્ટિએ અશ્લીલ લાગતો આ સવાલ વિચાર માગી લે છે.

આ સવાલ વહેતો થતાં જ જવાબ આપનારાઓની લાઇન લાગી ગઇ. ઘણાએ લખ્યું પૈસો, તો કોઇએ લખ્યું, Behavior (વર્તણૂંક), કોઇએ લખ્યું આંખો, કોઇએ લખ્યું હેર સ્ટાઇલ, કોઇએ લખ્યું સ્માઇલ (સ્મિત) કોઇએ લખ્યું manners (શિષ્ટાચાર) કોઇને જોઇએ સ્ટેટસ. રસપ્રદ વાત એ છે કે એક યુઝરે તો લખ્યું કે જૂતાં જુએ છે.

https://twitter.com/sanjanaroy001/status/1296659554063663104?s=20

આ પણ વાંચોઃ ઇન્ટરનેટ સ્પીડ વર્લ્ડ રેકોર્ડ, 1 સેકન્ડમાં Netflix પરથી બધુ ડાઉનલોડ થઇ શકશે!

વાત ખોટી નથી. રિષીકપૂર અને ડેનીની એક ફિલ્મ આવી હતી, “નયા દૌર” (1957માં આવેલી દિલીપ કુમાર- વૈજયંતિ માલા વાળી નહીં) 1978માં આવેલી આ ફિલ્મ મહેશ ભટ્ટે બનાવી હતી. સુદેશ ગુપ્તા તેના નિર્માતા હતા. ફિલ્મમાં રિષી કપૂર ઉપરાંત ગુજરાતની યુવતી ભાવના ભટ્ટ અભિનેત્રી હતી. સાથે ડેની અને ફરિદા જલાલ સહિતના કલાકારો હતા. આ ફિલ્મમાં એક સીન છે. રિષી કપૂર જ્યારે ભાવનાના પિતા ડેનીને મળવા આવે છે, ત્યારે તેના જૂતાં ફાટેલા હોય છે. તે જોઇ ડેની કહે છે, ‘ઇન્સાન હૈસિયત કા પતા ઉસકે જૂતે સે ચલતા હૈ’. સંવાદ બહુ નાનો છે. પરંતુ ચોટદાર છે.

કોઇએ કેરેક્ટરની વાત ન કરી

વાત યુવકની પસંદગીની છે. ત્યારે સોશિયલ મીડિયા પર મળેલા જવાબો જોઇ થોડો આંચકો લાગ્યો. કારણ કે માણસમાં સૌથી અગત્યનું અને મહત્વનું હોય છે, કેરેક્ટર એટલે ચરિત્ર, ગુણધર્મ, ચાલચલગત જેના અનેક શબ્દો છે. વ્યક્તિમાં તે સૌથી મહત્વવુ ગુણ હોય છે. પણ આના માટે કોઇએ જવાબ આપ્યો નહીં. જો આપ્યો હોય તો તે જોવા મળ્યો નહીં.

આ પણ વાંચોઃ 15 લાખની ટિકિટ લો અને લંડનની બસ પકડો

બસ…. પૈસા-પૈસા-પૈસાની વાત મોટાભાગે

આ મહત્વના સવાલનો ઘણા યુવકોએ પણ જવાબ આપ્યો. પરંતુ રસપ્રદ એ છે કે મોટાભાગનાએ લખ્યું કે યુવતી પૈસો, સ્ટેટસ અને બોડી(દેખાવ) જ જુએ છે. ખરેખર વિચાર માગી લે તેવો આ સવાલ છે. કારણ કે પૈસો. સ્ટેટસ અને બોડી કાયમ રહેતું નથી. પરંતુ વ્યકિતનું કેરેક્ટર જો ઊજળુ હશે તો તેના માટે સમાજમાં ઘણી ઊજળી તકો છે. જેનાથી તે પોતાના સાથીને બધી જ ખુશીઓ ઉપલબ્ધ કરાવી શકે છે. બાકી આપની મરજી…..!