ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓ એક બીજા પર પ્રહાર કરી રહી છે. બીજી તરફ હિંસક હુમલાની ઘટનાઓ પણ વધી છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હિંસક હુમલો થયો છે. અનંત પટેલ પર ખેરગામની બજારમાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યને માથામાંથી લોહી નીકળતા તેમણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય પર જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિર અને રીન્કુ નામના ભાજપના કાર્યકરોએ હુમલો કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હિંસક હુમલામાં ધારાસભ્યની કારના કાચ પણ તૂટી ગયા હતા અને તેમને ગંભીર ઇજા થઇ હતી.
Advertisement