Gujarat Exclusive > The Exclusive > બંગાળમાં તૃણમુલના વિજય સાથે જ મોતનું તાંડવ શરુઃ 24 કલાકમાં હિંસામાં 5 હોમાયા

બંગાળમાં તૃણમુલના વિજય સાથે જ મોતનું તાંડવ શરુઃ 24 કલાકમાં હિંસામાં 5 હોમાયા

0
22

રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું- સ્થિતિ ચિંતાજનક, તાત્કાલિક કાર્યવાહીની જરુર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના ભવ્યા વિજય બાદ રાજ્યમાં હિંસા (Violence in West Bengal)નું તાંડવ શરુ થઇ ગયું.રાજ્યપાલ જગદીપ ધનખડે ચિંતા જતાવી તાત્કાલિક પગલાંની માગ કરી છે. ચૂંટણી પરિણામ આવ્યાના 24 કલાકમાં જ ભાજપના 5 કાર્યકરોની હત્યા કરી દેવાઇ હોવાનો આરોપ થયો છે.

એટલું જ નહીં ડજનથી વધારે ભાજપ કાર્યકરોના ઘરોમાં તોડફોડના પણ આક્ષેપ થઇ રહ્યા છે. ભાજપના કહેવા પ્રમાણે તૃણમુલના ઉન્માદી કાર્યકરોએ તેમના એક કાર્યાલયને આગ ચાંપી દીધી અને સીતલકુચીમાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બંગાળમાં 1972થી શાસક પક્ષની 200 કરતા વધુ સીટ જીતવાની પરંપરા, માત્ર 2001 અપવાદ

બંગાળમાં કથિત ઘટનાઓ બાદ રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વીટ કરીને જણાવ્યું કે

“સ્થિતિ ચિંતાજનક છે. તાત્કાલિક કાર્યવાહીની જરુર છે. રાજ્યના વિવિધ ભાગોમાં હિંસા, આગચંપી અને હત્યાઓના ઘણા રિપોર્ટથી પરેશાન અને ચિંતિત છું. પાર્ટી કાર્યાલયો, ઘરો અને દુકાનો પર હુમલા (Violence in West Bengal)કરવામાં આવી રહ્યા છે.”

સોનારપુરમાં કાર્યકરની હત્યાઃ ભાજપ

ભાજપે 24 પરગણા જિલ્લાના સોનારપુરમાં તેના કાર્યકરની ઢર માર મારી હત્યા કરવામાં આવી. તેના માટે તૃણમુલ જવાબદાર છે. મૃતક કાર્યકરનું નામ હારન અધિકારી હોવાનું કહેવાય છે. ઉપરાંત કોલકાતામાં પણ અભિજીત સરકાર નામના અન્ય એક ભઆજપ કાર્યકરની પણ આવી રીતે જ માર મારી હત્યા કરાઇ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ચૂંટણી દરમિયાન કૂચબિહારનો સીતલકૂચી બહુ ચમક્યો. હવે ત્યાં એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હત્યા સીતલકૂચીના શાલબારી વિસ્તારમાં થઇ. જો કે સ્પષ્ટ થયું નથી કે કોણે ગોળી મારી, પરંતુ તેના પરિવારના લોકોનું કહેવું છે કે બે જૂથોના ઝઘડા વચ્ચે યુવક પર હુમલો થયો. મૃતકનું નામ માનિક મિત્રા છે.

આ પણ વાંચોઃ નંદીગ્રામ હાર્યા છતા મમતા બેનરજી બની શકે છે CM, જાણો શું કહે છે કાયદો

મમતાની નંદીગ્રામમાં હારથી તૃણમુલ કાર્યકરોમાં રોષ Violence in West Bengal

નોંધનીય છે કે બંગાળમાં 214 બેઠકો સાથે તૃણમુલ સત્તા પર પાછી આવી તો ગઇ પરંતુ મુખ્યમંત્રી મમતા બેનરજીની શુભેન્દુ અધિકારી સામે હારથી ટીએમસી કાર્યકરોમાં ભારે રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેથી તેમણે ગઇ કાલે રાતથી જ હલ્દિયા અને નંદીગ્રામના વિવિધ વિસ્તારોમાં દેખાવો પણ કર્યા. મોડી રાત્રે શુભેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયાના પણ અહેવાલ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat