Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગુજરાત: દલિતના વરઘોડા ઉપર પથ્થરમારા બાદ હિંસા અને લાઠીચાર્જ, એક સપ્તાહમાં ચોથી ઘટના

ગુજરાત: દલિતના વરઘોડા ઉપર પથ્થરમારા બાદ હિંસા અને લાઠીચાર્જ, એક સપ્તાહમાં ચોથી ઘટના

0
482

આઝાદી પહેલાની સંકૂચિત વિચારધારા હજું પણ ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં જોવા મળી રહી છે. તે ઉપરાંત રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ આઝાદીના વર્ષો બાદ ભારતે અનેક સિદ્ધિઓ સર કરી છે પરંતુ જાતિગત ભેદભાવોના કાળા પડછાયા ગુજરાતમાં જેમના તેમ ફરી રહ્યાં છે. હજુ પણ દલિત સમુદાયના લોકોને વરઘોડો નિકળવા માટે પોલીસની પરવાનંગી સાથે સુરક્ષાની માંગણી કરવી પડી રહી છે. આમ વિકાસના બૂમ-બરાડા પાડતી સરકારે જણાવવું જોઈએ કે, તમે કઈ રીતનો વિકાસ કર્યો છે.

મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ઘણા બધા સંઘર્ષ અને બબાલ છતાં વરઘોડો નિકાળી શકાયો નહતો. સાંજે પથ્થરમારો થતાં દસથી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના લગ્નનો વરઘોડો રવિવારે બપોરે કાઢવા માટે પોલીસ બંદોબસ્ત મંગાયો હતો. તે ગામમાં આ પહેલા અનુસૂચિત જાતિના કોઈનો વરઘોડો નીકળ્યો ન હતો. આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવશે.

આ ઘંટનાને અંજામ આપવાનો આરોપ ઉંચી જાતિના લોકો ઉપર છે. ચાર વાગ્યે વરઘોડો નીકળ્યો ત્યારે વિરોધ કરનાર અન્ય સમાજના લોકોએ માર્ગો પર હવન અને મહિલાઓએ ભજન શરૂ કર્યા હતા. જેથી પોલીસે મહિલાઓને હટી જવા કહ્યું અને વરઘોડો કાઢનાર પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ એકેય પક્ષ માન્યા નહોતા.

અંતે સાંજે સાત વાગ્યે ભજન હતા તે માર્ગ ઉપરથી વરઘોડો કાઢવાનો પ્રયત્ન થતાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. સોમવારે એટલે આજે વધારાની પોલીસ અને SRPની એક કંપની ઉતારવામાં આવી છે. જેથી ત્યાં PI, 6 PSI અને 50થી વધુ કર્મચારીનો બંદોબસ્ત પુરો પાડયો હતો. જણાવી દઈએ કે, ગુજરામાં પાછલા એક અઠવાડિયામાં આ ચોથી ઘટના છે. અહીં બનેલી બધી જ ઘટનાઓમાં દલિતોને ઉંચી જાતિના સ્થાનિક લોકોના પ્રતિરોધનો સામનો કરવો પડ્યો છે. તે જિજ્ઞેશ મેવાણીએ પણ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગુજરાત દલિતો માટે નર્ક સમાન બની ગયું છે. પાછલા અઠવાડિયામાં ચોથી એવી ઘટના છે, જેમાં દલિતોને ઉંચી જાતિના અત્યાચારોનો સામનો કરવો પડ્યો છે અને પોલીસ તેમને ગુંડાઓથી બચાવવાની જગ્યાએ પોતાની મર્દાનગી દલિત બહેનો પર નિકાળી રહી છે. સંઘ-ભાજપા, ભાજપાના બધા જ દલિત ધારાસભ્ય ખામોશ.

વરરાજાના એક મિત્ર હર્ષ વાઘેલાએ જણાવ્યું કે, ગામમાં વરઘોડાને રોકવા માટે દબંગોએ રસ્તામાં કેટલીક જગ્યાએ યજ્ઞનું આયોજન કરી રાખ્યું હતું. તેઓ (ઉંચી જાતિના લોકો) ઈચ્છતા નહતા કે, ગામમાં વરઘોડો નિકાળવામાં આવે. એવામાં તેમને કેટલીક જગ્યાઓ પર યજ્ઞનું આયોજન કરી નાંખ્યું હતું. જ્યારે અમારો વરઘોડો પટેલ મોહલ્લામાં થઈને પ્રસાર થઈ ત્યારે પોલીસે ઉંચી જાતિના લોકોને શાંત કરવા માટે અમને રોકી દીધા. જોકે, ત્યાર બાદ અમારા પર પથ્થરમારો થયો અને અમારા મોટાભાગના લોકો બચવા માટે દોડધામ કરીને સુરક્ષિત જગ્યાએ છૂપાવવા લાગ્યા. તે ઉપરાંત હર્ષ વાઘેલાએ આરોપ લગાવ્યા છે કે, પોલીસે ઉંચી જાતિને રોકવાની જગ્યાએ અમારી ઉપર જ લાઠીચાર્જ કરી દીધો હતો.

આમ પથ્થરમારા બાદ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તે ઉપરાંત પરિસ્થિતિ વધારે વણસી ના જાય તે માટે અરાવલીના એસપી મયૂર પાટિલ પણ પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે, આ ઘટનાઓ બાદ પોલીસની કામગીરી ઉપર પણ આંગળી ચિધવામાં આવી રહી છે.