ગાંધીનગર: ગુજરાતના DGP આશિષ ભાટીયા નિવૃત થતા વિકાસ સહાયને તેમના સ્થાને ઇન્ચાર્જ DGPનો ચાર્જ સોપવામાં આવ્યો છે. આશિષ ભાટીયા 31 જાન્યુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે.
Advertisement
Advertisement
આશિષ ભાટીયાનો કાર્યકાળ વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્ણ થઇ ગયો હતો. જોકે, તેમણે છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતના નવા DGP માટે ત્રણ નામની યાદી કેન્દ્રમાં ગુજરાત તરફથી મોકલવામાં આવી હતી. જેમાં વિકાસ સહાયની સાથે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરના નામની ચર્ચા હતી.
આશિષ ભાટીયા 31 જાન્યુઆરીએ વય નિવૃત થતા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો હુકમો ના થાય ત્યા સુધી વિકાસ સહાય, આઇપીએસ (1989) પોલીસ મહાનિર્દેશક (તાલીમ) ગાંધીનગરને હાલની ફરજો ઉપરાંત સોપવામાં આવે છે.
1989 બેચના IPS અધિકારી છે વિકાસ સહાય
વિકાસ સહાય 1989 બેંચના IPS અધિકારી છે, તે સરદાર વલ્લભભાઇ પટેલ નેશલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી, તે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી વિકાસ સહાયે પોલીસ વિભાગમાં 1999માં આણંદ એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્ય એસપી, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II,III અને 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. વિકાસ સહાયની રક્ષાશક્તિ યૂનિવર્સિટીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા રહી છે.
Advertisement