Gujarat Exclusive > દેશ-વિદેશ > નેતાઓની રહેમનજર હેઠળ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો યુપીમાં 20 વર્ષથી આતંક

નેતાઓની રહેમનજર હેઠળ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો યુપીમાં 20 વર્ષથી આતંક

0
1198
  • 2001માં પો. સ્ટે.માં ઘુસી મંત્રીની હત્યા કરી હતી

  • રાજ્યની દરેક પાર્ટી સુધી પહોંચ ધરાવે છે

કાનપુરઃ ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મી શહીદ થઇ ગયા અને અન્ય 7 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં ટોક ઓફ ધ નેશન બનેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો યુપીમાં 20 વર્ષથી આતંક હતો. રાજકીય નેતોઓની રહેમનદર હોઠળ તેણે આતંકનું સામ્રાજય વધુ વિકસાવ્યું હતું. તેની ધાક એટલી હતી તે 2001માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવનાર સંતોષ શુક્લાની પોલીસ સ્ટેશનમાં ઘુસીને હત્યા કરી હતી. તે જેલમાં બંધ રહીને પણ હત્યાઓ સહિતના ગુનાઓને અંજામ આપતો હતો.  પોલીસ તેને  60 જેટલા  કેસ મામલે શોધી રહી હતી.

2001ની હત્યા મામલે 16 બાદ ધરપકડ થઇ હતી પણ…..

વિકાસ દુબે પર 60 જેટલાં ગુનાઓનો આરોપ છે. તેની પર 2001માં રાજ્યમંત્રી સંતોષ શુક્લાની હત્યાનો આરોપ છે. આ હત્યાકાંડને પોલીસ સ્ટેશનમાં ઘુસીને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યાકાંડનાં 16 વર્ષ બાદ વિકાસની લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સમયે લખનઉનાં કૃષ્ણાનગર વિસ્તારમાં વિકાસ પોતાની ફોઇનાં મકાનમાં રહેતો હતો. પરંતુ ગયા વર્ષે જ તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.

લખનઉની ધરપકડ બાદ બહાર આવતા જ વિકાસ દુબેએ એક વાર ફરી આતંક મચાવવાનું શરૂ કર્યું. 2019 ઓગસ્ટમાં પોલીસે તેને રસ્તાનાં ટેન્ડરને લઇને ધમકી આપવાનાં આરોપમાં ધરપકડ કરી હતી. દુબે વિકાસ પ્રધાન અને જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચૂકેલ છે. ચૌબેપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રનાં બિકરૂનાં રહેવાસી વિકાસ દુબેને કાનપુર પોલીસે 2017માં શિવરાજપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ ખતરનાક હુમલા સહિત અન્ય કલમો અંતર્ગત લગાવવામાં આવેલ કેસોમાં પણ તપાસ કરી રહી હતી.

આ પણ વાંચોઃ કાનપુર એન્કાઉન્ટર પર રાહુલનો પ્રશ્ન- ‘પોલીસ જ સુરક્ષિત નથી, તો પ્રજા ક્યાંથી હોય?’

જેલમાં રહીને જ નગર પંચાયતની ચૂંટણી જીત્યો

વિકાસ દુબે જેલની અંદર રહીને પણ હત્યાનું ષડયંત્ર રચતો રહ્યો છે. આ હત્યાઓમાં એક પોતાનાં પિતરાઇ ભાઇની હત્યા કર્યાનો પણ કેસ છે. 2018માં પોતાનાં જ પિતરાઈ ભાઈ અનુરાગ પર વિકાસ દુબેએ ઘાતક હુમલો કરાવ્યો હતો. એ દરમ્યાન પણ વિકાસ દુબે જેલમાં જ બંધ હતો અને ત્યાંથી જ તમામ ષડયંત્ર રચ્યું હતું. તેનો ખૌફ એટલો બધો હતો કે તે જેલમાં રહીને પણ શિવરાજપુરથી નગર પંચાયતની ચૂંટણી જીત્યો છે તેમજ પ્રધાન રહી ચૂક્યો છે. એવું કહેવાય છે કે વિકાસ દુબેની પહોંચ રાજ્યની દરેક પાર્ટીમાં છે. તદુપરાંત તેનો ગુનાકીય ઇતિહાસ એટલો લાંબો છે કે તેની પર રૂ. 25000 નું ઇનામ પણ હતું.

ઉત્તરપ્રદેશમાં તમામ રાજકીય દળો ઉપર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની સારી એવી પક્કડ છે. વર્ષ 2002માં માયાવતી મુખ્યમંત્રી હતાં તે સમયે વિકાસ દુબેએ અનેક જમીનો પર ગેરકાયદે કબ્જા કરી હતી. ગેરકાયદે રીતે અનેક ઘણી સંપત્તિ પણ ભેગી કરી. આ દરમ્યાન બિલ્હૌર, શિવરાજપુર, રિનયાં, ચૌબેપુરની સાથે જ કાનપુર નગરમાં વિકાસ દુબેનો દબદબો હતો. તે જેલમાં રહીને શિવરાજપુરથી નગર પંચાયત ચૂંટણી પણ જીતી ચૂકેલ છે.

આ પણ વાંચોઃ કાનપુરમાં હિસ્ટ્રીશિટરને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો, CO સહિત 8 શહીદ