રાજકારણમાં પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જાણે વર્તમાનનમાં બ્લકમાં જૂઠ્ઠાણાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજકારણમાં પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સામાન્ય જનતા સામે પેટ ભરી-ભરીને જૂઠ બોલવામાં આવી રહ્યાં છે. જનતા તો જનતા પરંતુ હવે તો પોતાના માવતર અને કૂળદેવીને પણ હાથ તાળી આપી દેવામાં આવી રહી છે. હાં કંઈક એવું જ બન્યું છે ગુજરાતના રાજકારણમાં…
ગુજરાત આમ આદમી પાર્ટીના એક યુવા નેતા અને ગાયક વિજય સુવાળાએ હમણા જ બીજેપીનો હાથ પકડી લીધો છે. વિજય સુવાળા પાછલા દિવસોમાં આપને છોડીને બીજેપીમાં જોડાઈ ગયા છે પરંતુ હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોતાના માં-બાપ અને કૂળ દેવી (મોઘલ માં અને વિહત માં)ને સાક્ષીમાં રાખીને આપમાં જોડાયાની વાત કરી રહ્યાં છે.
વિજય સૂવાળા તેમના વાયરલ વીડિયોમાં કહી રહ્યાં છે કે, મારા માટે રાજકારણ મોટું નથી, મારા માટે કોઈ પદ્દ મોટો નથી મારા માટે તો માવતર, માં-બાપ અને મારા માતાજી મહત્વના છે. તે ઉપરાંત તેઓ કહે છે કે, વાં ફરશે વંટોળ ફરશે પરંતુ વિજય સુવાળા ક્યારેય નહીં ફરે તે વાત તમારે લખીને રાખવી..
સુવાળાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, વર્તમાનમાં વિજય જેવા નેતાઓ પોતાના લક્ષ્યને સાંધવા અને જનતાને પોતાના ઝાંસામાં લેવા માવતર અને કૂળદેવીના નામનો પણ ઉપયોગ કરવામાં અચકાઇ રહ્યાં નથી. તેવામાં આવા નેતાઓ જનતાની શું સેવા કરશે? જે પોતાના જ માવતર અને માતાજીને સાક્ષીમાં રાખીને વચન આપ્યા પછી ફરી જાય છે.