Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: ખેડૂતોને રાહત આપવા વિજય રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

BREAKING: ખેડૂતોને રાહત આપવા વિજય રુપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

0
81

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.

રાજ્યના સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતીપુત્રોને આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીના આ કૃષિ હિતલક્ષી નિર્ણય ના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડ નો ખર્ચ ભોગવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat