ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ આક્રોશ સાથે ગાંધીનગર પહોચ્યા હતા.જોકે, વિદ્યાર્થી હોબાળો કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓનો આક્રોશ ટ્વીટર પર ટ્રેન્ડમાં આવી ગયો હતો. વિદ્યાર્થીઓ માટે ગુજરાત એક્સક્લૂઝિવે #SaveGujaratstudent ચલાવ્યુ હતું જે ટ્રેન્ડમાં આવી ગયુ હતું, આ હેશટેગ ટ્રેન્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે.પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને બંધક બનાવી પોલીસ હેડ ક્વાર્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે રૂપાણી સરકારે વિદ્યાર્થીઓના બંધારણીય હકની હત્યા કરી નાખી હતી.
ગાંધીનગમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ન્યાયની માંગણી સાથે હજારો વિદ્યાર્થી ગાંધીનગર પહોચ્યા હતા. રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા પોતાની નાકામી છુપાવવા માટે વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હતા અને તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની ઢીલી નીતિ સામે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સરકાર સામે નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ આંદોલન કરતા જણાવ્યુ કે, સરકાર પાસે જવાબ લેવાનો અમારો અધિકાર છે, નિર્ણય નહી આવે ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે. પરીક્ષા મુદ્દે જો સરકાર સામે અવાજ ઉઠાવ્યો તો પકડાવવાનું નક્કી છે.વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
શું છે બંધારણમાં મળેલો રાઇટ ટુ પ્રોટેસ્ટ અધિકાર?
બંધારણમાં દરેક લોકોને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે. ભારતના નાગરીકોને 6 બંધારણીય હકો માટે સ્વતંત્રતાની બાંહેધરી આપે છે. 1) ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, 2) એસેમ્બલીની સ્વતંત્રતા 3) સંગઠનો બનાવવાની સ્વતંત્રતા, આંદોલનની સ્વતંત્રતા, રહેવાની અને પતાવટ કરવાની સ્વતંત્રતા, વ્યવસાય, વેપારની સ્વતંત્રતા.
ગુજરાત એક્સક્લૂઝિવના ટ્વીટર ટ્રેન્ડ #SaveGujaratStudent થી સરકારની આંખો ખોલો