Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આન-બાન-શાનથી વિજય રૂપાણી સરકારે કર્યા ત્રણ વર્ષ પૂર્ણ, જાણો સરકારની સિદ્ધિઓ

આન-બાન-શાનથી વિજય રૂપાણી સરકારે કર્યા ત્રણ વર્ષ પૂર્ણ, જાણો સરકારની સિદ્ધિઓ

0
854

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્ય ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા વડિલો સલાહ આપતા કે, તું ખુરશી ઉપર બેસજે પરંતુ તારા ઉપર ખુરશીને બેસવા દેતો નહીં. આજે વિજય રૂપાણી સરકારે પોતાના કાર્યકાળના ત્રણ વર્ષ પુરા કરી લીધા છે. ગુજરાત સરકારે ત્રણ વર્ષ પુરા કર્યા તે પણ શાનદાર રીતે અને તે જોતા ભવ્ય કાર્યક્રમની યોજના પણ બનાવી હતી, જોકે, અચાનક સુષ્મા સ્વરાજના દેહાંતના સમાચાર આવતા રૂપાણી સાહેબે કાર્યક્રમ રદ્દ કરી નાંખ્યો હતો. આમ પોતાના કાર્યોની ખુશી ના મનાવીને તેમની સરળથા વ્યક્ત કરી છે.

રૂપાણી સરકારના પાછલા ત્રણ વર્ષોને આપણે સુશાસન ગણાવીશું તો કોઈ જ અતિશ્યોક્તિ થશે નહીં. આ બધુ જ શક્ય બન્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શૈલી, સંસ્કૃતિ અને દીવા જેવા સ્પષ્ટ સ્વભાવના કારણે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. તેમને ચૂંટણી વખતે હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસને ખુબ જ સારી રીતે હેન્ડલ કરીને પક્ષને જીત અપાવી હતી. જોકે, આ બાબતે આપણે આપણા નાયબ મુખ્યમંત્રીને ભૂલવા જોઈએ નહીં. નીતિન પટેલની પણ પક્ષને જીતાડવામાં અને ગુજરાતના વિકાસમાં અથાગ મહેનત લાગેલી છે.

રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ પૂરા થયા તે નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના, (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરશે. આ યોજનાઓથી સામાન્ય વ્યક્તિને તો ફાયદો થશે જ પરંતુ આનો સૌથી વધારે ફાયદો ખેડૂત ઉઠાવી શકશે. ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સૂર્ય ગુજરાત યોજના ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જૈન પરિવાર અને પરંપરામાં ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી રહી છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે. તેમને પોતાના ત્રણ વર્ષોમાં અનેક સિદ્ધીઓ સર કરી છે જે આપણે ચોક્કસ રીતે આજના દિવસે યાદ કરવી જ પડે.

રૂપાણી સરકારે કરેલા મહત્વપૂર્ણ કામ

1. ગૌહત્યા અટકાવવા કડક કાયદાઓ
2. ગુજરાતનો વિકાસ દર 10.4 ટકા
3. ગુજરાતને ડિજિટલ બનાવવા મહત્વપૂર્ણ પગલાઓ ભર્યા, ઓનલાઈન NA, લેઆઉટ નકશા સિસ્ટમ અને એન્ટી કરપ્શન બ્યૂરોને મજબૂત બનાવ્યું
4. દરેક વિસ્તારો માટે અલગ-અલગ યોજનાઓ, જેમ કે ઉત્તર ગુજરાત માટે સુજલામ-સુફલામ, દરિયાઈ વિસ્તારો માટે ડીસેલીનેશન પ્લાન, સૌરાષ્ટ્ર માટે સૌની યોજના
5.દિકરીઓના જન્મ દરમાં વધારો કરવા વહાલી દીકરી યોજના, વિધવા પેન્શન યોજના, અન્નપૂર્ણા યોજના, મહિલાઓ માટે 33 ટકા અનામત
6 નવી 6 મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી જેથી 2200 બેઠકનો વધારો થઈ ગયો
7. સરકારી નોકરીઓમાં રોજગાર મેળા દ્વારા 15 લાખ યુવાઓને રોજગાર
8. ગરીબ લોકોને સારવાર તેમજ ઓપરેશન માટે આયુષ્યમાન ભારત, મા અમૃત્મ, મા વાત્સલ્ય યોજનાથી લાખો પરિવારોને આર્થિક લાભ અપાવ્યો
9. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબોને સુવિધાવાળા પાકા મકાનો અપાવ્યા. હજું પણ આ સ્કિમો ચાલું જ છે અને વર્ષો વર્ષ તેના ફોર્મ બેંકોમાં વેચાતા હોય છે.
10. દિવ્યાંગો માટે નિગમની રચના તે ઉપરાંત યોગ અને સમાજીક સમરસતા માટે બન અનમાત નિગર અને આયોગની રચના

ખુશખબર! હવે 59 મીનિટમાં મળશે હોમ અને ઑટો લોન, જાણો શું છે પ્લાન?

મુખ્યમંત્રી બાળપણથીજ RSSના સ્વયંસેવક

બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જવાબદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે. તેમને કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે, તેમની કામગીરી હંમેશા આંજીં દેનારી રહી છે. સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે શ્રી રૂપાણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

લો પ્રોફાઇલ વ્યક્તિત્વ

સ્વાભાવિક રીતે જન્મજાત નેતા હોવા છતા તેમણે હંમેશા લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યુ છે. તેમના કોલેજના દિવસોમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન સાથે જોડાયા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.

24 વરસે ભાજપમાં પ્રવેશ

કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વ્હોર્યો હતો.તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોર્પોરેટર તરીકે ભાજપમાં શરૂ થએલી સફર મુખ્યમંત્રી સુધી પહોંચી.

મોદી સરકારે આ એપમાં એડ કર્યું ન્યૂ ફિચર, બેંકોના આંટા-ફેરાની જંજટથી છૂટકારો