ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી પરંતુ આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના કેટલાક સીનિયર નેતા ચૂંટણી નહી લડે. નીતિન પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પત્ર લખીને કહ્યુ કે તે આગામી વિધાનસભા ચૂંટણી નહી લડે.
Advertisement
Advertisement
ભાજપના બે દિગ્ગજ નેતા નહી લડે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજકોટના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ચૂંટણી નહી લડે, તેમણે પોતાનો નિર્ણય પાર્ટીને જણાવી દીધો છે. હવે વિજય રૂપાણી સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી કેટલાક વર્ષથી સંગઠનમાં કાર્યરત છે. તે પાંચ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે પરંતુ કેટલાક મહિના પહેલા અચાનક પાર્ટીએ મોટો નિર્ણય લેતા રૂપાણીનું રાજીનામુ લઇ લીધુ હતુ અને તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
નીતિન પટેલ પણ ચૂંટણી નહી લડે
નીતિન પટેલ 1990થી ધારાસભ્ય છે. તે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. નીતિન પટેલે નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં કેટલાક વિભાગની જવાબદારી સંભાળી ચુક્યા છે. મહેસાણા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. નીતિન પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પત્ર લખ્યો છે જેમાં કહ્યુ છે કે તે આગામી વિધાનસભા ચૂંટણી નહી લડે.
Advertisement