Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ભાજપના રાજમાં વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું ABG શીપયાર્ડ કૌભાંડ થયું : શક્તિસિંહ ગોહિલ

ભાજપના રાજમાં વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું ABG શીપયાર્ડ કૌભાંડ થયું : શક્તિસિંહ ગોહિલ

0
8
  • ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કરવામાં આવ્યા હતા
  • આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ

ગાંધીનગર: ABG શીપયાર્ડના 22842 કરોડના કૌભાંડ મુદ્દે AICC ના રાષ્ટ્રીય પ્રવક્તા તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ ભાજપના રાજમાં થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કરવામાં આવ્યા હતા. આ MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. 2003માં જ્યારે MOU થયા ત્યારે જ આ અંગે કોંગ્રેસે ધ્યાન દોર્યું હતું કે ઋષિ અગ્રવાલ દ્વારા સિંગાપોરની સિટીઝનશીપ લેવામાં આવી છે.

આ MOU થી વિવિધ બેંકોના કરોડો રૂપિયા ડૂબશે તેમછતાં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા અમારી વાતને ધ્યાને લેવામાં નહોતી આવી. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU થયા ત્યારે ICICI બેંકના કર્તાહર્તા પણ વાયબ્રન્ટ ગુજરાતમા આવતા હતા. એસ્સાર અને ABGના માલિક મામા – ભાણિયા છે. જેમણે અનેક બેંકોનું કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે. આખરે CBIએ આ કૌભાંડને લઈને ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શક્તિસિંહે વધુમાં કહ્યું કે જો આ કેસની ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો આ કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ સામે નહિ આવે. હું ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, રાજકીય ફાયદાઓ માટે વાયબ્રન્ટના તાયફાઓ બંધ કરે, વાઇબ્રન્ટ ગુજરાતમાં ABGને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવવા માટે જમીન આપવામાં આવી હતી જ્યાં હજુ સુધી એક ઇંટ પણ મુકાઈ નથી તે પાછી લેવામાં આવે અને જમીન આપનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat