Gujarat Exclusive > દેશ-વિદેશ > વિજય હજારે ટ્રોફી: સૌરાષ્ટ્ર 310 રન બનાવીને પણ ના પહોંચી શક્યું ફાઈનલમાં

વિજય હજારે ટ્રોફી: સૌરાષ્ટ્ર 310 રન બનાવીને પણ ના પહોંચી શક્યું ફાઈનલમાં

0
4

વિજય હજારે ટ્રોફીની સેમિફાઇનલ મેચોમાં હિમાચલે સેનાને અને તમિલનાડુએ સૌરાષ્ટ્રને હરાવ્યું હતું. આ રીતે હિમાચલ અને તમિલનાડુ હવે ફાઇનલમાં રમશે. વોશિંગ્ટન સુંદર, દિનેશ કાર્તિક, ઋષિ ધવને સારું પ્રદર્શન કર્યું હતું.

હિમાચલ પ્રદેશ વિ સેના, પ્રથમ સેમિફાઇનલ

સેનાએ ટોસ જીતીને હિમાચલને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હિમાચલે શુભમ અરોરાની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પછી પ્રશાંત ચોપરાએ એક છેડાથી બાજી સંભાળી લીધી હતી. જોકે બીજા છેડેથી વિકેટો પડી રહી હતી પણ તે રન બનાવી રહ્યો હતો. ચોપરા 78 રન બનાવીને આઉટ થયો હતો. તેની જેમ નીચલા ક્રમમાંથી સુકાની ઋષિ ધવને પણ શાનદાર બેટિંગ કરતા 84 રન બનાવ્યા હતા.

હિમાચલ તરફથી આકાશ વશિષ્ઠે પણ 45 રન બનાવ્યા હતા અને ટીમનો સ્કોર 6 વિકેટે 281 રન સુધી પહોંચાડ્યો હતો. સેના તરફથી રાજ બહાદુરે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં સેનાએ લખન સિંહની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પછી કેટલીક વધુ વિકેટો પણ પડી ગઈ હતી. રવિ ચૌહાણે 45 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન રજત પાલીવાલે 55 રન બનાવ્યા હતા. બાકીના તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા અને ટીમ 204 રનમાં સમેટાઈ ગઈ હતી. હિમાચલ તરફથી ઋષિ ધવને 4 વિકેટ લીધી હતી.

તમિલનાડુ vs સૌરાષ્ટ્ર, બીજી સેમિફાઇનલ

આ મેચમાં સૌરાષ્ટ્ર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું હતુ. વિશ્વરાજ જાડેજાએ 52 રન બનાવ્યા હતા. તેના પછી શેલ્ડન જેક્સને શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તે 134 રન બનાવીને આઉટ થયો હતો. અર્પિત વસાવડાએ પણ ફિફ્ટી ફટકારી હતી અને સૌરાષ્ટ્રનો કુલ સ્કોર 8 વિકેટે 310 રન સુધી પહોંચ્યો હતો. તમિલનાડુ તરફથી વિજય શંકરે 4 વિકેટ લીધી હતી.

તમિલનાડૂએ જવાબમાં બાબા અપરાજિતે સદી ફટકારી અને 122ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો. તેના સિવાય બાબા ઈન્દ્રજીતે અડધી સદી ફટકારી હતી. દિનેશ કાર્તિકે પણ 31 રન બનાવ્યા હતા. ટીમને સખત રીતે બહાર કાઢવાનો શ્રેય વોશિંગ્ટન સુંદરને જાય છે. તેણે 61 બોલમાં 70 રન ફટકારીને તમિલનાડુને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આમ તમિલનાડુએ 8 વિકેટે 314 રન બનાવીને મેચ જીતી લીધી હતી અને ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લીધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat