સ્પોર્ટ્સ ડેસ્ક: તમિલનાડુના બેટ્સમેન નારાયણ જગદીશને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે. જગદીશને શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારા, દક્ષિણ આફ્રિકાના અલ્વિરો પીટરસન અને કર્ણાટકના ઓપનર બેટ્સમેન દેવદત્ત પડ્ડિકલને પાછળ છોડી દીધો છે, આ તમામ 50 ઓવરના ફોર્મેટમાં સતત 4 સદી ફટકારી ચુક્યા છે.
Advertisement
Advertisement
જગદીશને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય હઝારે ટ્રોફી 2022માં એલીટ ગ્રુપ-સીના છઠ્ઠા રાઉન્ડમાં અરૂણાચલ પ્રદેશ વિરૂદ્ધ 79 બોલમાં સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. સોમવારે તમિલનાડુના ઓપનર બેટ્સમેન બી સાઇ સુદર્શન સાથે 416 રનની ભાગીદારી કરી હતી. જગદીશને વિજય હઝારે ટ્રોફી એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી, પૃથ્વી શો, રૂતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિક્કલને પાછળ છોડી દીધા છે. કોહલીએ 2008-09 સીઝનમાં ચાર સદી ફટકારી હતી, તે વર્ષે તેને સાત મેચમાં 89ની એવરેજથી 534 રન બનાવ્યા હતા.
જગદીશને પોતાની છઠ્ઠી મેચમાં પહેલા જ 600 રનનો આંકડો પાર કરી દીધો છે. જગદીશને તમિલનાડુ માટે 141 બોલમાં 25 ફોર અને 15 સિક્સર સાથે 277 રનની ઇનિંગ રમી હતી. આ બીજી વખત છે જ્યારે જગદીશને વર્તમાન ટૂર્નામેન્ટમાં 150 રનનો આંકડો પાર કર્યો છે.
Advertisement