Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્વપૂર્ણ બિલો રજૂ કરાશે, જાણો કયા-કયા

ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્વપૂર્ણ બિલો રજૂ કરાશે, જાણો કયા-કયા

0
169
  • વિધાનસભા ગૃહમાં આજે 4 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે
  • બપોરે 12 વાગ્યાથી વિધાનસભાના ચોથા દિવસની કામગીરી શરૂ થશે
  • ધારાસભ્ય ઇમરાન ખેડવાળા ગૃહમાં ખાનગી સ્કૂલોમાં ફીનો મુદ્દો રજૂ કરશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર હાલમાં શરૂ છે. ત્યારે વિધાનસભા (vidhansabha news) સત્રનો આજે ચોથો દિવસ છે. ગૃહમાં આજે 4 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે. જે 4 વિધેયક પસાર કરવાના છે તેમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ વિધેયક, સ્મોલ કોઝ કોર્ટ કાયદા ગુજરાત સુધારા વિધેયક, ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા સુધારા વિધેયક અને રજિસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાના વિવિધ અહેવાલો પણ રજૂ કરવામાં આવશે. આત્મનિર્ભર યોજના અંગે પણ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબ આપશે. ખાનગી સ્કૂલોનો ફીનો મુદ્દો પણ આજે ગૃહમાં ઉઠશે.

નોંધનીય છે કે ગુરુવારના રોજ બપોરે 12 વાગે વિધાનસભાના ચોથા દિવસની કામગીરી આજે શરૂ થશે. 12 વાગ્યાથી શરૂ થતા ગૃહની કામગીરીમાં ટૂંકી મુદ્દતના પ્રશ્નોથી બેઠકની શરૂઆત થશે. અમદાવાદ-રાજકોટમાં આત્મનિર્ભર યોજના સંદર્ભે CM રૂપાણી ગૃહમાં જવાબ આપશે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા યોજનાને લઈ આપવામાં આવેલી સહાય બાબતે પણ વિસ્તૃત માહિતી અપાશે. ધારાસભ્ય ઇમરાન ખેડવાળા ગૃહમાં ખાનગી સ્કૂલોમાં ફીનો મુદ્દો રજૂ કરશે. તો બીજી બાજુ ખાનગી સ્કૂલમાં ફી ઘટાડાના ટૂંકી મુદ્દતના પ્રશ્ન પર શિક્ષણમંત્રી જવાબ રજૂ કરશે. તેમજ ગુજરાત વિધાનસભાના વિવિધ અહેવાલો પણ રજૂ થશે.

આ પણ વાંચો: આગામી વર્ષથી તમામ યુનિવર્સિટીઓમાં સ્નાતક માટે એક જ પ્રવેશ પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા સુધારા વિધેયક અને રજિસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક રજૂ કરાશે (vidhansabha news)

આજે ગુજરાત વિધાનસભામાં મહત્વપૂર્ણ 4 બિલો રજૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ વિધેયક, સ્મોલ કોઝ કોર્ટ કાયદા ગુજરાત સુધારા વિધેયક, ગુજરાત યુનિવર્સિટીઓ કાયદા સુધારા વિધેયક અને રજિસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક રજૂ થશે. આજે સ્મોલ કોઝ કોર્ટ કાયદા વિધેયક વિધાનસભામાં રજૂ કરાશે. જેમાં પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ અધિનિયમ 1882 અને 1887 પ્રોવેન્શિયલ સ્મોલ કોઝ કોર્ટના કાયદામાં સુધારો થશે. અત્યાર સુધી દંડની જોગવાઈ દસ લાખ રુપિયા હતી. જેમાં 25 લાખ સુધીનો વધારો કરાશે. સ્મોલ કોઝ કોર્ટમાં દીવાની જજના સંવર્ગથી નીચેના સંવર્ગના દીવાની જજ દંડ કરી શકશે. રૂપિયાનું ખરીદ મૂલ્ય ઘટતાં અને સ્થાવર મિલકતના મૂલ્યમાં વધારો થતાં આ વિધેયકમાં સુધારો થશે.

વધુમાં રજીસ્ટ્રેશન ગુજરાત સુધારા વિધેયક પણ આજે વિધાનસભામાં રજૂ થશે. 1908ના મુખ્ય કાયદામાં સુધારો કરાશે. કેન્દ્રીય અધિનિયમની કલમ 34ની પેટા કલમ 1માં સુધારો કરાશે. કેન્દ્રીય અધિનિયમમાં મિલકતના માલિકી હકની તપાસ માટેની જોગવાઈ ના હોવાથી સુધારો કરાશે. સુધારાથી અનઅધિકૃત વ્યક્તિઓને મિલકત પર ખોટા માલિકી હક ઉભા કરવાથી અટકાવી શકાશે. આ સિવાય આજે ગુજરાત યુનિવર્સિટી સુધારક વિધેયક પણ વિધાનસભામાં રજૂ કરાશે. વિધેયકમાં ગુજરાત કૃષિ યુનિ અધિનિયમ 2004 અને કામધેનુ યુનિ અધિનિયમ 2009માં સુધારા થશે. રાજ્યકૃષિ યુનિ રહેલ કેટલીક કોલેજો, પોલીટેક્નિક અને સંશોધન કેન્દ્રોને કામધેનુમાં તબદીલ કરાશે.

આ પણ વાંચો: સુરતના હજીરામાં ONGC કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબુ, કોઇ જાનહાની નહીં