Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટની સરકારી હોસ્પિટલના સ્ટાફે મારતા કોરોના દર્દીનું મોત, વીડિયો વાયરલ

રાજકોટની સરકારી હોસ્પિટલના સ્ટાફે મારતા કોરોના દર્દીનું મોત, વીડિયો વાયરલ

0
344
  • રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીને ઢોરમાર મરાયો

  • હોસ્પિટલ સ્ટાફે માર માર્યાના બે દિવસ બાદ દર્દીનું મોત

  • મૃતકના ભાઈનો હોસ્પિટલના સ્ટાફ પર આરોપ

રાજકોટ: ગુજરાતના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા કોરોના વાઈરસ (Corona Virus)થી સંક્રમિત એક દર્દીને માર મારવાનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગયો હતો. જે બાદ હોસ્પિટલમાં અધિકારીઓએ દાવો કર્યો કે, આ દર્દી માનસિક અસ્વસ્થ હતો અને તેને મારવામાં નથી આવ્યો, પરંતુ રોકવામાં આવ્યો હતો. જેથી તે હોસ્પિટલના અન્ય કર્મચારીઓ અને ખુદને કોઈ નુક્સાન ના પહોંચાડી શકે.

લગભગ એક અઠવાડિયા જૂના આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, PPE કિટ પહેરેલ નર્સિગ સ્ટાફ જમીન પર પડેલા દર્દીને કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે આ દરમિયાન દર્દી માત્ર પાણીની માંગ કરી રહ્યો હતો. આ વીડિયો 9 સપ્ટેમ્બરનો છે અને આ ઘટનાના બે દિવસ બાદ જ દર્દીનું મોત નીપજ્યું હતું.

આ વાયરલ વીડિયોમાં PPE કિટ પહેરેલ એક વ્યક્તિ દર્દીની છાતી ઉપર બેસેલો જોઈ શકાય છે. જ્યારે અન્ય વ્યક્તિ તેને થપ્પડ મારી રહ્યાં છે અને શાંત રહેવા જણાવી રહ્યાં છે. એક સુરક્ષા કર્મચારી પણ દર્દીને કાબૂમાં કરવા માટે બળ પ્રયોગ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: શું NDA સાથે છેડો ફાડશે અકાલી દળ? સુખબીર સિંહ બાદલે આપ્યો જવાબ

આજે વીડિયો સામે આવ્યા બાદ મૃતકના ભાઈએ જણાવ્યું કે, મારા ભાઈનું મોત કોરોનાના કારણે નહીં, પરંતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા માર મારવાના કારણે થયું હતું. મૃતકના ભાઈએ કહ્યું કે, પહેલા મારા ભાઈની કિડનીની સારવાર રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

જો કે સારવાર દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે મારા ભાઈનું મોત કોરોના ના કારણે નહીં, પરંતુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઢોરમાર મારવાના કારણે થયું છે. હોસ્પિટલનું વહીવટી તંત્ર જૂઠ્ઠુ બોલી રહ્યું છે કે, મારો ભાઈ માનસિક અસ્વસ્થ હતો.

આ અંગે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ પંકજ બુચે કહ્યું કે, દર્દી પોતાને અને અન્ય કોઈને કોઈ નુક્સાન ના પહોંચાડે, તે માટે હોસ્પિટલનો સ્ટાફ પ્રયત્ન કરી રહ્યો છે. હોસ્પિટલના કર્મચારીઓએ તેને શાંત રહેવાની અપીલ કરી હતી, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ દર્દીએ પોતાના કપડા ઉતારવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આથી હોસ્પિટલમાં કામ કરી રહેલા સ્ટાફે તેને રોકવા માટે અને તેને પાછો બેડ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે.