Gujarat Exclusive > યુથ > મનોરંજન > સાઈકલ લઈને બ્રેડ-ઈંડા વેચવા નિકળ્યા સોનુ સૂદ, જૂઓ VIDEO

સાઈકલ લઈને બ્રેડ-ઈંડા વેચવા નિકળ્યા સોનુ સૂદ, જૂઓ VIDEO

0
106

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ કોરોના આવ્યો ત્યારથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. હાલમાં જ સોનુ સૂદે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સાઇકલ પર બેસીને એગ્સ, બ્રેડ તથા ઘણું બધું વેચી રહ્યા છે. સોનુ સૂદે પોતાના આ નવા બિઝનેસને પ્રમોટ કરતાં કહ્યું હતું કે સોનુ સૂદનું સુપર માર્કેટ. તેણે મજાકમાં એમ પણ કહ્યું હતું કે ડિલિવરી ચાર્જ અલગથી.

વીડિયોમાં સોનુ સૂદ સાઇકલ પર બેસ્યા છે. તેમણે વ્હાઈટ ટીશર્ટ પહેરી છે અને સાઇકલ પર અલગ અલગ થેલીઓ લગાવેલી છે. સોનુ સૂદ કહે છે કે તેનું આ નવું વેન્ચર હિટ જશે અને બધાને ઝડપી ઓર્ડર આપવાનું કહે છે.

વાયરલ વીડિયોમાં સોનુ સૂદ કહે છે, ‘કોણ કહે છે કે શોપિંગ મોલ બંધ થઈ ગયા? સૌથી વધુ મહત્ત્વનું તથા સૌથી વધારે મોંઘું સુપર માર્કેટ તૈયાર છે. આ જુઓ મારી પાસે બધું જ છે. એગ્સ છે, જે અત્યારે 6 રૂપિયાનું મળે છે. પછી બ્રેડ પણ છે. મોટી બ્રેડ 40 રૂપિયા અને નાની બ્રેડના 22. પાઉં પણ છે. ટોસ્ટ પણ છે અને બહુ બધી ચિપ્સ વગેરે પણ છે, જેને જોઈએ તમે જલદીથી ઓર્ડર કરો, મારી ડિલિવરીનો સમય થઈ ગયો છે અને હા હોમ ડિલિવરીનો એકસ્ટ્રા ચાર્જ લાગશે.’

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)

આ વીડિયો શેર કરીને સોનુ સૂદે કેપ્શનમાં લખ્યું હતું, ફ્રી હોમ ડિલિવરી, 10 એગ્સ પર એક બ્રેડ ફ્રી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. સોનુ સૂદે ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ શરૂ કર્યું છે અને આ ફાઉન્ડેશન હેઠળ તે વિવિધ રીતે લોકોની મદદ કરે છે.

આ પહેલાં સોનુ સૂદનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં સોનુ સૂદ લીંબુ પાણીની દુકાન ખોલવાનો છે, આ દુકાનનું નામ ‘સોનુ સૂદનું લીંબુ’ પાણી હશે. સોનુ સૂદનો આ અંદાજ ચાહકોને ઘણો પસંદ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચર્ચા થતી હતી કે ફાધર્સ ડે પર સોનુએ દીકરા માટે લક્ઝુરિયસ કાર ખરીદી છે. જોકે એક્ટરે કહ્યું હતું કે તે કાર માત્ર ટેસ્ટ ડ્રાઈવ માટે આવી હતી. તેણે કોઈ કાર ખરીદી નથી.

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ છેલ્લે ફિલ્મ ‘સિમ્બા’ માં જોવા મળ્યો હતો. હવે તે અક્ષય કુમાર સાથે ‘પૃથ્વીરાજ’માં જોવા મળશે. આ ઉપરાંત સોનુ પાસે સાઉથની ફિલ્મ પણ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat