અમદાવાદ: રાજ્ય સરકારે માથા ભારે આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. કડક કાયદાની રાજ્યમાં અસર પણ દેખાઇ રહી છે. જોકે, સોશિયલ મીડિયામાં પોતાને જુહાપુરાનો ડોન ગણાવતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ થયો છે. અમીન મારવાડી હવામાં ફાયરિંગ કરી લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ પર હુમલાના એક દિવસ પહેલા ફાયરિંગનો વીડિયો વાયરલ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં એક વ્યક્તિ કુર્તો અને માથે ટોપી પહેરીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં દેખાઇ રહેલો વ્યક્તિ ખુદને જુહાપુરાનો ડોન ગણાવી રહ્યો છે. “અમીન મારવાડી, હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ…પઠાણ. હમારી ઇતની બટાલિયન હૈ કી ઇતિહાસ ગવાહ હૈ, કોઇ મુસલમાન કી બટાલિયન હૈ, હમારે સાત પુરખે દાદા-નાના સબ બેટરિમેન હૈ.”
પોલીસ પર કાર ચલાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો
જુહાપુરાના કુખ્યાત ગણાતા અમીન મારવાડીએ ગુરૂવાર રાત્રે કારની ટક્કર મારી પોલીસ જવાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાના સાથી પોલીસ જવાનની હત્યાનો પ્રયાસ કરનાર અમીન મારવાડીને ઝડપી લેવા 7 પોલીસ જવાનોએ જાનની બાજી લગાવી હતી.
અમદાવાદ: 'મે જુહાપુરા કા ડોન હું', હવામાં ફાયરિંગ કરતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ@AhmedabadPolice @GujaratPolice#aminmarwadi #viralvideo #Firing pic.twitter.com/bKzq3LhPqJ
— GujaratExclusive (@GujGujaratEx) January 22, 2021
આ પણ વાંચો: કોન્સ્ટેબલની હત્યાની કોશિશ કરનાર આરોપીને ઝડપી લેવા બહાદૂર પોલીસે જાનની બાજી લગાવી
પોલીસને બાતમી મળી કે, કુખ્યાત અમીન મારવાડી ઘાતક હથિયાર સાથે પસાર થવાનો છે. પોલીસે બાતમી મુજબ કાર રોકવા પ્રયાસ કરતા આરોપી પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી ભાગ્યો હતો. જે બાદ પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. વેજલપુર પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર, તલવાર, છરી અને બે બેઝબોલ સ્ટીક કબ્જે લઈ કાર્યવાહી કરી હતી.