Gujarat Exclusive > દેશ-વિદેશ > VIDEO: સરકારી અધિકારીના ઘરે દરોડા, પાઈપમાંથી મળ્યા ₹25 લાખ

VIDEO: સરકારી અધિકારીના ઘરે દરોડા, પાઈપમાંથી મળ્યા ₹25 લાખ

0
23

બેંગ્લોર: કર્ણાટકમાં PWDના એક એન્જિનિયરના આવાસ પર એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન એક પાઈપલાઈનની અંદરથી ચલણી નોટોના બંડલ મળ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપીઓ સરકારી અધિકારીઓ વિરૂદ્ધ રાજવ્યાપી દરોડા હેઠળ PWDના જ્વાઈન્ટ કમિશ્નર શાંત ગૌડા બિરાદરના આવાસ પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. શાંતા ગૌડાના આવાસ પર રેડ દરમિયાન એન્ટી કરપ્શન બ્યૂરોએ 25 લાખ રૂપિયા રોકડ અને મોટી માત્રામાં ગોલ્ડ મળી આવ્યું હતું.

પીડબલ્યુડીના જોઈન્ટ કમિશનરે તેમના નિવાસસ્થાને પાઈપલાઈનમાં રોકડ છુપાવી હોવાની માહિતી મળતાં અધિકારીઓએ પ્લમ્બરને પણ બોલાવ્યો હતા જેથી સરળતાથી રોકડ પરત કાઢી શકાય.

દરોડાના રેકોર્ડ થયેલા વિઝ્યુઅલ્સમાં અધિકારીઓ અને પ્લમ્બરને પાઇપના એક ભાગને તોડતા અને તેની અંદરથી નોટોના બંડલ રિકવર કરતા જોઈ શકાય છે. અસલમાં આ પાઈપો રોકડ છુપાવવા માટે જ લગાવવામાં આવી હતી. અપ્રમાણસર સંપત્તિના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોની દેશવ્યાપી ઝુંબેશના ભાગરૂપે 15 અધિકારીઓ સામે 60 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat