Gujarat Exclusive > યુથ > મનોરંજન > VIDEO: દિપીકા અને આમિર વચ્ચે બેડમિન્ટન મેચ પણ રમાઇ હતી, કોણ જીત્યું?

VIDEO: દિપીકા અને આમિર વચ્ચે બેડમિન્ટન મેચ પણ રમાઇ હતી, કોણ જીત્યું?

0
88

2009માં આ બેડમિન્ટન મેચ મુંબઇમાં તાતા ઓપન ટૂર્નામેન્ટ દરમિયાન રમાઇ હતી

નવી દિલ્હીઃ વાવ! દીપિકા પદુકોણ અને આમિર ખાન વચ્ચે વર્ષો પહેલાં રમાયેલી એક બેડમિન્ટન (Deepika Aamir Badminton)મેચમાં મિ. પરફેક્ટનિસ્ટે બ્યૂટિક્વીનને મહાત આપી હતી. આ મેચ દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના સપોર્ટમાં રમી હતી.

આશરે 11 વર્ષ પહેલાં 2009માં મુંબઇમાં ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા (CCI)ખાતે તાતા ઓપન ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમાઇ હતી. તેમાં દીપિકા પદુકોણ અને આમિર ખાને (Deepika Aamir Badminton)પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃવિવાદાસ્પદ કંગના રણૌત પર ફરી ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો લાગ્યો આરોપ

દીપિકાનો જન્મ ડેનમાર્કમાં 1986માં થયો

દીપિકાનો જન્મ ભારતની બહાર ડેનમાર્કના કોપનહેગનમાં 1986ના રોજ થયો હતો. બોલીવડૂમાં દીપિકાએ 2007માં શાહરુખ ખાન સાથેની ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પદાર્પણ કર્યું હતું. તે પહેલાં 2006માં કન્નડ ફિલ્મ ઐશ્વર્યાથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

દીપિકાએ તાતા ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ (Deepika Aamir Badminton)માં ભાગ લીધો હતો અને પિતા પ્રકાશ પદુકોણ સાથે જોડી બનાવી હતી. જ્યારે આમિર ખાનની પાર્ટનર અપર્ણા પોપટ હતી. આ મેચ આમિર-પોપટની જોડીએ જીતી લીધી હતી.

દીપિકાના પિતા પ્રકાશ પદૂકોણ વર્લ્ડ બેડમિન્ટનમાં પ્રથમ ક્રમે હતા

પ્રકાશ પદુકોણ 1980માં વર્લ્ડ બેડમિન્ટનમાં પ્રથમ ક્રમે હતા. તેઓ ઓલ ઇંગ્લેન્ડ ઓપન જીતનારા પ્રથમ ભારતીય છે. જ્યારે આમિરની પાર્ટનર અપર્ણા પોપટ 1998 કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા છે.

અપર્ણા રેકોર્ડ 9 વખત નેશનલ બેડમિન્ટન ચમ્પિયન રહી ચૂકી છે. 1997થી 2006 સુધી તમામ સીનિયર નેશનલ ચેમ્પિયનશિપ તેણે પોતાના નામે કરી હતી.

આ પણ વાંચોઃ સૈફ અલી ખાનની Tandav વિવાદમાં, ભગવાન શિવ અને રામ પર ટિપ્પણીનો આરોપ

આમિર સામે હારવાનો અભિનેત્રીને કોઇ ગમ નથી

જો કે દીપિકા અને આમિર વચ્ચેની આ મેચ (Deepika Aamir Badminton)પ્રદર્શની મેચ હતી. તે ટૂર્નામેન્ટની ફાઇનલ પહેલાં રમાઇ હતી. જેમાં દીપિકા ભલે હારી ગઇ. પરંતુ તેને હારનો કોઇ ગમ નથી. તેણે કહ્યું હતું કે સફળતા અને નિષ્ફળતા બધુ ખેલનો એક ભાગ છે.

તેણે જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગની પડતી-ચઢતી સહન કરવા માટે તેના પિતાની છત્રછાયાએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

મેચ બાદ દીપિકાએ જણાવ્યું હતું કે મને ખબર છે કે સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે હેન્ડલ કરવી. ઓમ શાંતિ ઓમની સફળતાએ મને પ્રભાવિત કરી નહતી અને ચાંદની ચોક ટુ ચાઇનાની નિષ્ફળતાએ પણ મારા પર કોઇ અસર કરી નહીં. મેં બંને વખતની પરિસ્થિતિને સ્પોર્ટસપર્સન તરીકે લીધી હતી.

એક સમયે દિપિકા ડિપ્રેશનમાં સરી પડી હતી Deepika Aamir Badminton news

તેમ છતાં ત્યાર બાદ એક સમય એવો આવ્યો હતો. જ્યારે દીપિકા ડિપ્રેશનમાં સરી પડી હતી. એ સમય હતો રણબીર કપૂર સાથેની રિલેશનશિપનો પછી તે ધીમેધીમે તેમાંથઈ બહાર આવી હતી અને રણવીર સિંહ સાથે સંપર્કમાં આવ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

 

આ પણ વાંચોઃ શ્વેતા બચ્ચન બે બોલીવૂડ ખાનની જબરી ફેન હતી, આમીર તેને પત્રો લખતો હતો

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9